ચૂંટણી 2022નેશનલ

દિલ્હીઃ સત્યેન્દ્ર જૈન પર સકંજો, EDએ કરી ધરપકડ

Text To Speech

દિલ્હીના આરોગ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ પહેલા કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની અટકાયત કરી અને પછી મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરી. તેના થોડા સમય બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Arvind Kejriwal's Minister Satyendar Jain Arrested By Enforcement  Directorate

આ ધરપકડ 4 કરોડ 81 લાખ રૂપિયાની મની લોન્ડરિંગના કેસમાં કરવામાં આવી છે. આરોપ છે કે વર્ષ 2014-15માં સત્યેન્દ્ર જૈન મંત્રી પદ પર હતા ત્યારે તેમણે અને તેમના સહયોગીઓએ કલકત્તાની શેલ કંપનીઓ પાસેથી રોકડ મેળવી હતી. આ મામલામાં EDએ કેસ નોંધી અનેકવાર પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે સત્યેન્દ્ર જૈનને આ સંદર્ભે સવાલ કરવામાં આવ્યો ત્યારે મંત્રી સાચો જવાબ આપી રહ્યા ન હતા. માહિતી છુપાવી હતી. એ જ કારણોસર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે.

AAPએ ભાજપ પર સાધ્યું નિશાન
EDની કાર્યવાહી બાદ AAPએ ભાજપ પર નિશાન સાધ્યું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી ખોટો કેસ ચાલી રહ્યો છે. અત્યાર સુધી ED દ્વારા તેમને અનેક વખત બોલાવવામાં આવ્યા છે. EDએ ઘણા વર્ષો સુધી આ બાબતે ફોન કરવાનું બંધ કરી દીધું હતું, કારણકે તેમને કંઈ મળ્યું ન હતું. પરંતુ, હવે ફરી શરૂ થયું છે. કારણકે, અત્યારે સત્યેન્દ્ર જૈન હિમાચલના ચૂંટણી પ્રભારી છે.

બીજી તરફ સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ બીજેપી નેતા પ્રવેશ સાહિબ સિંહે ટ્વિટ કરીને AAP પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું, “ઈમાનદાર હોવાનો ઢોંગ કરનારા અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.”

Back to top button