ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : વડગામમાં મજબુર વ્યકિતઓના ચેક રિર્ટન કરાવી તગડું વ્યાજ વસૂલનારા વ્યાજખોર સાળા – બનેવી ઝડપાયા

  • 100 કોરા ચેક, 11 નોટરી દસ્તાવેજ, 2.13 લાખ રોકડા, 48 પ્રોસેસરી નોટ પોલીસે કર્યા કબજે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 10 વ્યકિતઓને ઉંચા વ્યાજે નાણાં આપી તેમના ચેક રિર્ટન કરાવી કેસ કરાવનારા બે શખ્સોને વડગામ પોલીસે ઝડપી લીધા હતા. તેમના ઘર સહિત ત્રણ સ્થળે પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી રોકડ રકમ, પ્રોસેસરી નોટ, કોરા ચેક, નોટરી દસ્તાવેજ કબ્જે લેવામાં આવ્યા હતા.બનાસકાંઠા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ કે, વડગામના ઘોડિયાલ ગામમાં ગુરુકૃપા જવેલર્સની દુકાન ચલાવતા પરેશકુમાર સોમાલાલ સોની અને તેનો સાળો દિલીપકુમાર કાંતિલાલ સોનીએ લોકો પાસે કોરા ચેકો તેમજ કોરા કાગળો ઉપર સહીઓ લઈ 10 ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરતા હતા.

જેમાં અનેક ગણુંં વ્યાજ વસુલ્યા બાદ ચોક્કસ રકમ લેવાની કહી વ્યાજે નાણાં લેનારની જાણ બહાર તેઓના ખાતામાં આ બન્ને શખ્સો બેંકમાં ચેક ભરતા. જે ચેક રિટર્ન થતા નેગોસિયેબલ ઇન્સ્ટમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કરી બ્લેક મેઈલ કરતા હતા. આ અંગે બંને સામે વડગામ પોલીસ મથકે દસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં વડગામ પીએસઆઇ એલ. જી. દેસાઈ, હે. કો. યાજ્ઞિકભાઈ સહિતના સ્ટાફે બન્ને વ્યાજખોરોની અટકાયત કરી હતી. પોલીસે ઘોડિયાલની ઓફીસ, પાલનપુરના રહેણાક મકાન તેમજ સાળા દિલીપ સોનીના નારગઢ સ્થિત મકાનમાં રવિવારે છાપો માર્યો હતો. જ્યાંથી 2.13 લાખ રોકડા, 48 પ્રોસેસરી નોટ, 100 કોરા ચેક, 11 નોટરી દસ્તાવેજ, સહીઓ કરેલા 10 કોરા કાગળ, લેપટોપ, સીસીટીવી, ડીવીઆર, મોબાઇલ ફોન નંગ 2 કબ્જે કર્યા છે આ અંગે વધુ તપાસ વડગામ પોલીસ ચલાવી રહી છે.

વડગામ-humdekhengenews

સાળા – બનેવીએ આ લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવ્યા

  1. ભરતભાઇ મોહનભાઇ ઠાકોરે વર્ષ 2019 માં રૂ.50 હજાર લીધા હતા. જેની સામે કુલ રૂ. 2.86 લાખ વસુલ્યા બાદ તેમના ખાતામાં રૂ. 3.50 લાખનો ચેક ભરી રિટર્ન કરાવ્યો હતો.
  2. ઘોડીયાલના હજૂરજી ગજાજી ઠાકરડાએ 2016માં રૂ. 20 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા. રૂપિયા 1.50 લાખ વસૂલી તેના ખાતામાં રૂપિયા 1.70 લાખનો ચેક રિર્ટન કરાવ્યો હતો.
  3. ઘોડીયાલના દિનેશભાઇ રામજીભાઈ ભીલે 50 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા. 30 હજાર વસૂલી 7 લાખનો ચેક રિર્ટન કરાવ્યો હતો.
  4. હાંતાવાડાના મોહસીનઅલી હબીબઅલી નાંદોલિયાએ રૂ. 6.30 લાખ 10 ટકા ના વ્યાજે લીધા હતા. દર મહિને 63 હજાર વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં વધુ 3.30 લાખની માંગણી કરી રૂપિયા 7 લાખનો ચેક રિર્ટન કરાવ્યો હતો.
  5. ઘોડીયાલના રાધનખાન જમાલખાન સીપાહીએ રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા. રૂપિયા 30 હજાર પરત ચૂકવ્યા છતાં રૂપિયા 7 લાખનો ચેક ભરી કેસ કર્યો હતો.
  6. કરનાળાના સલીમખાન આજમખાન બલોચે રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા. રૂપિયા 40 હજાર પરત આપ્યા છતાં રૂપિયા 3.50 લાખનો ચેક રિર્ટન કરાવ્યો હતો.
  7. ઘોડીયાલના રાજેશભાઇ હિરાભાઇ પ્રજાપતિએ રૂપિયા 1,20,000 ઉછીના લીધા હતા. જેમાં રૂપિયા 3.80 લાખ પરત આપ્યા હતા. છતાં રૂપિયા 7 લાખનો ચેક રિર્ટન કરાવ્યો હતો.
  8. ધોડીયાલના લાલજીભાઇ જેઠાભાઇ સોલંકીએ રૂપિયા 80,000 ઉછીના લીધા હતા. રૂપિયા 2 લાખ પરત આપ્યા છતાં રૂપિયા 3 લાખનો ચેક ભરી રિર્ટન કરાવ્યો હતો.
  9. કરનાળાના અબ્દુલરજાક રહીમભાઇ ચૌધરીએ રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા. રૂપિયા 1.20 લાખ પરત આપ્યા છતાં રૂપિયા 3.50 લાખનો ચેક ભરી રિર્ટન કરાવ્યો હતો.
  10. આંબતપુરાના હમીરજી શંકરજી ઠાકોરે રૂપિયા 23 હજાર ઉછીના લીધા હતા. રૂપિયા 1,63,000 પરત આપ્યા છતાં રૂપિયા 2 લાખનો ચેક ભરી કેસ કર્યો હતો.

આ પણ વાંચો : પાલનપુર : બ્રહ્માકુમારીઝ સંસ્થાના 10 હજાર સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાશે

Back to top button