ગુજરાતવાસીઓને વધુ એક મોટો ઝટકો, વીજદરમાં કરાયો ધરખમ વધારો
ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડવા જી રહ્યો છે. ગુજરાતના વીજ વપરાશકારોને માથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર કંપનીઓએ યુનિટદીઠ ભાવમાં 25 પૈસાનો ધરખમ વધારો ઝીંકી દીધો છે. મોંઘવારીના સમયમાં ગુજરાતની પ્રજા પર વધુ એક ભાવ વધારાનો બોજ પડશે.
યુનિટદીઠ ભાવમાં 25 પૈસાનો વધારો કરાયો
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે. UGVCLએ વીજ દરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતના વીજ વપરાશકારોને માથે મહિને 245.8 કરોડનો વધારાનો બોજ આવશે. તેમજ વાર્ષિક બોજ રૂપિયા 2950 કરોડનો થવા જાય છે. UGVCL દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે. જેની અસર 1.30 કરોડ ગુજરાતીઓને પડશે.
વીજ વપરાશ કર્તાઓના માથે વધારાનો બોજ
ગુજરાત વીજ નિયમન પંચે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2023ના ત્રિમાસિક ગાળામાં એફપીપીપીએ યુનિટદીઠ 2.60 બદલે 2.85 વસૂલવાની છૂટ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે-જીયુવીએનએલએ ઇંધણ ખર્ચ અને ખાનગી કંપનીઓ પાસે વીજળીની ખરીદી કરવાના લીધેલા નિર્ણયની યોગ્યતાની ખરાઈ કર્યા વિના જ આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સૌથી મોટો વધારો છે. આ ભાવ વધારો વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર આગામી સમયમાં તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે.
આ પણ વાંચો : છૂટા કરાયેલા VCE કર્મચારીઓ માટે ખુશખબર, વિકાસ કમિશ્નરે DDO આપ્યો મહત્વનો આદેશ