ગુજરાતટ્રેન્ડિંગ

છૂટા કરાયેલા VCE કર્મચારીઓ માટે ખુશખબર, વિકાસ કમિશ્નરે DDO આપ્યો મહત્વનો આદેશ

Text To Speech

થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા છૂટા કરાયેલ તમામ VCEને પરત લેવામાં આવશે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા DDOને પત્ર લખીને તમામ VCEને પરત લેવાની સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા  એકસાથે 40 VCEને છૂટા કરી દેવામાં આવ્યા હતા જે બાબતે વિકાસ કમિશનરને રજૂઆત કરતા આ તમામ VCE કર્મચારીઓને પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વિકાસ કમિશનરે આપ્યો આદેશ

થોડા દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા એક સાથે 40 VCEને છૂટ કરી દેવામાં આવ્યા હતા. આ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા છૂટા કરવામાં આવેલા તમામ VCEને પરત લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને VCE પરત લેવા સૂચના આપવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે જો કોઈ વી.સી.ઈની કામગીરી સંતોષકારક જણાતી ન હોય અને કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવા જણાવામાં આવ્યું છે.

VCE કર્મચારી-humdekhengenews

વિકાસ કમિશનરને કરાઈ હતી ફરીયાદ

સરકારી વિવિધ યોજનાઓ કે અન્ય કામોમાં સહાય કરતાં 40 જેટલા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) ને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જે બાદ DDO દ્વારા VCEને છુટા કરાયાની વિકાસ કમિશનરને ફરીયાદ કરવામાં આવી હતી. અને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર પણ લખવામાં આવ્યો હતો જેમાં જણાવામાં આવ્યું હતુ કે પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપતા જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર 40 વી.સી.ઈને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેથી જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા વી.સી.ઈને અન્યાય કરવામાં આવ્યો હવાનુ જણાવ્યું હતુ. જેથી વિકાસ કમિશનરે આ તમામ VCEને પરત લેવાનો આદેશ આપ્યો છે. સાથે જે કર્મચારીની આઈ.ડી બ્લોક છે તેને તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવે તેવી પણ સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ, 635 વ્યાજખોરો પકડાયા, 622 FIR નોંધાઈ

Back to top button