ભાજપે પ્રમુખ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવ્યો છે. આ નિર્ણયને ભાજપ કારોબારીએ મંજૂરી આપી દીધી છે.
The tenure of JP Nadda as national president of the Bharatiya Janata Party has been extended till June 2024: BJP leader and Union minister Amit Shah pic.twitter.com/lxS7glDL2K
— ANI (@ANI) January 17, 2023
ગૃહ પ્રધાન અમિત શાહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. અમિત શાહે કહ્યું કે, જગત પ્રકાશ નડ્ડા જૂન 2024 સુધી બીજેપી અધ્યક્ષ તરીકે સેવા આપતા રહેશે.
I am confident that under the leadership of Modi Ji and Nadda Ji, BJP will win with an even bigger majority in 2024 and once again Modi Ji will lead the nation as the PM: BJP leader and Union minister Amit Shah pic.twitter.com/Ki3yC6Klhu
— ANI (@ANI) January 17, 2023
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી મહામારી કોવિડનો સમગ્ર વિશ્વએ સામનો કરવો પડ્યો છે. કોવિડ રોગચાળામાં, ભાજપના વડાએ દરેક રીતે તેમની જવાબદારી નિભાવી, પછી તે ઘણા ગામોમાં ખોરાક પહોંચાડવાની હોય કે દર્દીઓને હોસ્પિટલ મોકલવાની હોય. સમગ્ર દેશમાં પીએમ મોદીની લોકપ્રિયતા વધારવામાં જેપી નડ્ડાએ પણ યોગદાન આપ્યું છે.