ગુજરાતટ્રેન્ડિંગ

વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ, 635 વ્યાજખોરો પકડાયા, 622 FIR નોંધાઈ

અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળતા લોકોને રાહત મળી છે. તેમજ પોલીસની આ કાર્યવાહીના કારણે અનધિકૃત રીતે વ્યાજ વસુલતા વ્યાજખોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે ખોટી રીતે વ્યાજ વસુલીને ગરીબ લોકોને હેરાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજયમા એક મેગા ડ્રાઇવ ચલાવવામા આવી રહી છે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ જઈને લોકદરબાર યોજી લોકોની સમસ્યાઓ સાંભળીને તેનુ નિવારણ લાવી રહી છે. રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ઝુંબેસ ચલાવી છે. જે અંતર્ગત ગેરકાયદેસર રીતે વ્યાસ વસુલતા વ્યાજખોરોને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની વ્યાજખોરો વિરુદ્ધની આ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 635 વ્યાજખોરો પકડાયા છે. તો 16 જાન્યુઆરી સુધી 622 FIR નોંધવમાં આવી છે.

મેગા ડ્રાઇવમાં થયેલ કાર્યવાહી

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ 622એફ.આઇ.આર દાખલ કરી 1026 સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેની સામે 635 વ્યાજખોર આરોપીઓ ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તા.16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજવામાં આવ્યા છે. આ લોકદરબાર થકી આવા તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરી વિરુદ્ધ ડ્રાઈવ-humdekhengenews

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ મેગા ડ્રાઇવ

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે તા.5મી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા એક મેગા ટ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને પોલીસની આ કડક કાર્યવાહીને કારણે વયાજખોરો વિરુદ્ધ ફરીયાદ કરવાની હિંમત પણ લોકોમાં વધી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સાબરડેરીએ સાડા ત્રણ લાખ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો

Back to top button