સાબરડેરીએ સાડા ત્રણ લાખ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીએ મોટી ભેટ આપી છે. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો વધારો કર્યો છે. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે.
સાબરડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો કરી પશુપાલકોને ખુશ કરી દીધા છે. આ નવો ભાવ વધારો 21 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. આ ભાવ વધારાને લઈને દૂધ મંડળીઓમાં પરિપત્રો પણ કરી દેવામાં આવ્યા છે. તો આગામી 21મી જાન્યુઆરીથી ભેંસના દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 800 રહેશે.
જાણો કેટલો ભાવ મળશે
પ્રાપ્ત જાણકારી મુજબ સાબરડેરી દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતા કામ ચલાઉ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સાબર ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે ભેંસના દૂધમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. 21મી જાન્યુઆરીથી ભેંસના દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 800 તથા ગાયના દૂધનો ભાવ સમતુલ્ય કિલો ફેટના રૂપિયા 765 મુજબ ગણતા રૂપિયા 347 રહેશે. જેથી અગાઉ ભેંસના દૂધનો ભાવ દર કિલો ફેટે રૂપિયા 780 પ્રમાણે ચૂકવવામાં આવતો હતો. જે હવે 800 રૂપિયા લેખે ચૂકવવામાં આવશે. જેનો સીધો લાભ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે.
પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો
દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે. પશુઓને ખાવા માટે ખાણ દાણ, તેમજ ઘાસચારો પણ મોંધો થતો જાય છે. ત્યારે વધતી જતી મોંઘવારીમાં સાબર ડેરીએ દુધ ખરીદીના ભાવમાં વધારો કરીને પશુપાલકોને ખુશ કરી દીધા છે. ત્યારે સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં ભાવ વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતને ધ્યાને રાખીને પશુપાલકો માટે દૂધના ભાવોમાં વધારો કર્યો છે. દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેમજ વધુને વધુ પશુપાલકો દૂધના વ્યવસાય સાથે જોડાઈને આર્થીક વિકાસ હાંસલ કરે તે હેતુથી પશુપાલકોને ચૂકવામાં આવતા કામચલાઉ દૂધના ભાવમા વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પ્રફુલભાઈ પાનશેરિયાથી પ્રેરણા લઈ આ મંત્રીએ શરુ કરી સ્વચ્છતા માટે અનોખી પહેલ, 938 પ્રાથમિક શાળાઓ જાડાશે