ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીર : બડગામમાં SSP ઓફિસ પાસે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

Text To Speech

જમ્મુ-કાશ્મીરના બડગામમાં SSP ઓફિસ પાસે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો : ગુજરાત: લગ્ન પછી દિકરી કે બહેનનો કૌટુંબિક સંપતિમાં હક રહેશે: હાઈકોર્ટ

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મંગળવારેના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર બડગામ એસએસપી ઓફિસ પાસે થયું હતું. અહીં સુરક્ષાદળોને બે આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા દળોએ પહેલા બંને આતંકીઓને ઘેરી લીધા અને પછી ઓપરેશન શરૂ કર્યું. બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સૈનિકોએ બડગામમાં મોબાઈલ વાહન ચેકપોસ્ટ સ્થાપી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસ માટે એક કેબને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ અંદર રહેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તેનો વળતો જવાબના રુપે સુરક્ષા દળો દ્વારા પણ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

બડગામ એન્કાઉન્ટર - Humdekhengenews

આતંકવાદીઓની ઓળખ

એન્કાઉન્ટરની વિગતો આપતા ADGP કાશ્મીરે જણાવ્યું હતું કે, “બંને માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે, જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા. બંને આતંકવાદીઓ અગાઉ તાજેતરના એન્કાઉન્ટરમાંથી ભાગી ગયા હતા.”

Back to top button