અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં આજથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ, સરકારે આપ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો આટલો જથ્થો

Text To Speech

કોરોના મહામારી વિશ્વના અનેક દેશોમાં કહેર વર્સાવી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાના કેસો આવતા તંત્ર તેને લઈને સજ્જ બન્યું છે. અને રાજ્યમાં વેક્સિનેશન વધુમાં વધુ થાય તે માટે પ્રયાસ કરી કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ તંત્ર દ્વારા આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ કરવામા આવ્યું છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અસરકારક સાબિત થયું હતું. જેને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત કોરોના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

સરકારે કોવિશિલ્ડ અને કો-વેક્સિનની રસીનો જથ્થો આપ્યો

અમદાવાદમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થયું છે. જે માટે અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ મનપાને કોવિશિલ્ડના 18 હજાર અને કો-વેક્સિનના 25 હજાર ડોઝ આપ્યા છે. બંને વેક્સિન મળીને કુલ 43 હજાર રસીનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અને શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન ડ્રાઈવ શરુ પણ થઈ ગઈ છે.

કોરોના વેક્સિન -humdekhengenews

રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યો હતો વેક્સિન જથ્થો

ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું હતુ અને અગાઉ કોરોના સામે લડવામાં વેક્સિનેશન ખૂબ મહત્વનું રહ્યુ હતુ ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં વેક્સિનેશન પર વધુ ધ્યાન આપવા માટે સુચન કર્યું હતુ. ત્યારે અમદાવાદમાં વેક્સિનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતો તેથી અમદાવાદ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગ કરવામાં આવી હતી. જેથી સરકાર તરફથી અમદાવાદ મનપાને કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કોંગ્રેસે વિપક્ષ નેતાના નામની કરી જાહેરાત આ દિગ્ગજ નેતાને સોંપાયો પદભાર

Back to top button