ટોપ ન્યૂઝનેશનલ

આગામી 3 દિવસ શીત લહેર અને ગાઢ ધુમ્મસની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી યથાવત્ રહી શકે છે, ઠંડીનું મોજું પણ ચાલુ રહેશે. ધુમ્મસના કારણે લોકોએ કડકડતી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16, 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે. જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હી-NCRના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

20 જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષાથી રાહત મળશે, પરંતુ આગામી ત્રણ દિવસ અને રાત્રીનો સમય દરમિયાન ખૂબ જ ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19મી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઘણા શહેરોનું તાપમાન શૂન્ય સુધી જઈ શકે છે. 20મી જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23થી 24 જાન્યુઆરીએ વરસાદની શક્યતા છે.

ઉત્તર ભારતના લોકો હાડ થિજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને હરિયાણાના લોકો કોલ્ડ વેવથી ઠંડીમાં ઠૂંઠવાઇ ગયા છે. સ્કાયમેટ અનુસાર, હજું પણ આગામી બે થી ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે.

ઠંડી-humdekhengenews

 

18 જાન્યુઆરી પછી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ ધીમે-ધીમે ઘટવા લાગશે. જોકે સવારે અને રાત્રે ઠંડી યથાવત રહેશે. જ્યારે બપોરના સમયે તડકાથી રાહત મળશે. જ્યારે 23 થી 27 જાન્યુઆરી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે પછી વાતાવરણ સામાન્ય બનશે.

ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રી દ્વારા મળતી માહિતી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધ્યું છે. માટે રાજસ્થાનના ઉત્તર ભાગમાં પ્રેરિત ચક્રવાતના હવાનું દબાણ યથાવત્ છે. 18 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી થઈ જશે અને તેના કારણે ઉત્તરની હવાનું દબાણ ઘટશે અને તાપમાનમાં વધારો થતો જોવા મળશે. માત્ર સવારે અને સાંજે ઠંડીની અસર રહેશે, જ્યારે દિવસમાં તડકો જોવા મળશે. 23થી 27 જાન્યુઆરી વચ્ચે સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થઈ જશે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થશે.

ઠંડીથી રાહત મળવાની સંભાવના

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાળો પર બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી બે-ત્રણ દિવસ શીત લહેર દરમિયાન તાપમાન 3 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 થી 20 જાન્યુઆરી સુધીમાં હવામાં ઘટાડો થયા બાદ ઠંડીથી રાહત મળવાની સંભાવના છે.

cold wave - Humdekhengenews

આગામી 3 દિવસ શીત લહેર અને ગાઢ ધુમ્મની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી યથાવત્ રહી શકે છે. જ્યારે ધુમ્મસના કારણે લોકોએ કડકડતી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16, 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હી-NCRના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો : DRIએ મુંન્દ્રા પોર્ટ પરથી 80 કરોડનો ઇ-સિગારેટ સહિતનો ઇલેકટ્રોનિક સામાન જપ્ત કર્યો

20 જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષાથી રાહત મળશે, પરંતુ આગામી ત્રણ દિવસ અને રાત્રીનો સમય દરમિયાન ખૂબ જ ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19મી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઘણા શહેરોનું તાપમાન શૂન્ય સુધી જઈ શકે છે. 20મી જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23થી 24 જાન્યુઆરીએ વરસાદની શક્યતા છે.

Back to top button