DRIએ મુંન્દ્રા પોર્ટ પરથી 80 કરોડનો ઇ-સિગારેટ સહિતનો ઇલેકટ્રોનિક સામાન જપ્ત કર્યો
કચ્છના મુન્દ્રા પોર્ટના ખાનગી CSFમાંથી 80 કરોડની કિંમતની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 4800 ઈ-સિગારેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ જપ્ત કરવામાં આવી છે. DRIને બાતમી મળી હતી કે ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ વસ્તુઓની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ચીનમાંથી આયાત કરવામાં આવતા માલની આડમાં આ રીતે ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હતો. DRI દ્વારા ચાઈનીઝ ટોય, ઈ-સિગારેટ સહિત વર્ષ દરમિયાન 134 કરોડની વસ્તુ ઝડપી પાડી છે.
આ પણ વાંચો : ગુજરાત: લગ્ન પછી દિકરી કે બહેનનો કૌટુંબિક સંપતિમાં હક રહેશે: હાઈકોર્ટ
બાતમીના આધારે 6 શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરીને તપાસ કરતા તેમાંથી DRIએ 33,138 એપલ એરપોડ્સ બેટરી, 4800 ઈ-સિગારેટ, 7.11 લાખ નંગ મોબાઈલ- ઈલેક્ટ્રોનિક સામાન, એસેસરિઝ, જેમાં મોબાઈલ બેટરી, વાયરલેસ કિટ, લેપટોપ બેટરી, 29,077 બ્રાન્ડેડ બેગ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત ફુટવેર અને સૌંદર્ય પ્રસાધનો, 53,385 પીસી બ્રાન્ડેડ ઘડિયાળો, 58,927 પીસી ઓટો મોબાઈલ પાર્ટ્સ આયાત માલમાં છુપાવવામાં આવ્યા હતા. જે તમામ જથ્થો ઈન્ડિયન કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ અગાઉ પણ ઓક્ટોબર મહિનામાં મુન્દ્રા બંદરેથી જ 135 કરોડની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એ અગાઉ 12 ઓગસ્ટ 2022ના રોજ પણ મુંદ્રા પોર્ટ પર વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો. DRIની કાર્યવાહીમાં વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં મળતી માહિતી મુજબ વિદેશી બ્રાન્ડની 85.50 લાખ સિગારેટ મળી આવી છે. જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા છે.