ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં આખરે વિપક્ષના નેતા અને ઉપનેતાના નામ જાહેર કરી દેવાયા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે.
વિપક્ષ નેતા અને ઉપનેતાની નિયુક્તી
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડા ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે શૈલેષ પરમારપસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈ કમાન્ડે આજે સત્તાવાર નામોની જાહેરાત કરી છે. જેમા આંકલાવ વિધાનસભાથી ધારાસભ્ય અમિત ચાવડાને વિપક્ષના નેતા અને અમદાવાદના દાણલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા તરિકે નિયુક્ત કર્યા છે.
અમીત ચાવડાને સોંપાયું મહત્વનું પદ
ઉલ્લેખનીય છે કે અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસને હરાવી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આંકલાવ વિધાનસભા બેઠક પર ભાજપના ગિલાબસિંહ પઢીયારને હરાવીને જીત હાંસલ કરી હતી. અમિતસિંહ ચાવડાનો મધ્ય ગુજરાતમાં ભારે દબદબો રહ્યો છ. ત્યારે ગુજરાત વિધાનસભામાં મહત્વના પદ પર તેમની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસે હારના કારણો જણાવ્યા, જાણો શું કરી આગેવાનોએ માંગ