ટોપ ન્યૂઝવર્લ્ડ

ભારત સાથેના ત્રણ યુદ્ધથી ઘણું શીખવા મળ્યું, પાકિસ્તાની PM શરીફના સુર અચાનક બદલ્યા

Text To Speech

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું ભારતને લઈને એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે (પાકિસ્તાન) ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને તેનો પાઠ શીખ્યો છે. શાહબાઝે કહ્યું કે ભારત અને પાકિસ્તાન પાડોશી છે અને બંનેએ એકબીજા સાથે રહેવું છે. તેમણે કહ્યું કે તે આપણા પર નિર્ભર કરે છે કે આપણે શાંતિથી જીવીએ છીએ, પ્રગતિ કરીએ છીએ કે એકબીજા સાથે લડીને આપણો સમય અને સંસાધન વેડફીએ છીએ.

Pakistan PM Shehbaz Sharif
Pakistan PM Shehbaz Sharif

અમારી સમસ્યાઓ હલ કરવા માંગીએ છીએ

વધુમાં તેણે કહ્યું હતું કે, ભારત સાથે અમારે ત્રણ યુદ્ધો થયા અને તેનાથી માત્ર ગરીબી અને બેરોજગારી આવી. અમે અમારો પાઠ શીખ્યા છે. અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી સમસ્યાઓ હલ કરવા માંગીએ છીએ. શાહબાઝે અલ અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે અમારી પાસે એન્જિનિયર, ડોક્ટર અને કુશળ મજૂરો છે. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે અમે આ બધાનો ઉપયોગ દેશની સમૃદ્ધિ માટે કરવા માંગીએ છીએ, જેથી પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય જેથી બંને દેશો પ્રગતિ કરી શકે.

PM Modi Shahbaz Sharif

ભારતની શાન કાશ્મીર વિશે શું કહ્યું

આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે ફરી એકવાર કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. માનવ અધિકારોનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ. આ દરમિયાન શાહબાઝે કહ્યું કે ભારતના પીએમ મોદીને મારો સંદેશ છે કે આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને કાશ્મીર જેવા સળગતા મુદ્દા પર ગંભીર વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું કે અમારા બંને દેશો પરમાણુ સંપન્ન રાષ્ટ્રો છે. જો બંને દેશો આ દિશામાં આગળ વધે તો શું થશે તે અલ્લાહ જાણે છે.

Back to top button