તુનિષા શર્માના મૃત્યુ બાદ ‘અલી બાબા…’નો નવો પ્રોમો રિલીઝ
સોની સબના સુપરહિટ ફિક્શન શો ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ની બીજી સીઝનનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ વખતે શોમાં નવી કાસ્ટ સાથે નવી વાર્તા બતાવવામાં આવશે. દિવંગત ટીવી અભિનેત્રી તુનિષા શર્માના આત્મહત્યાના કેસ બાદ શોની સ્ટાર કાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, શોમાં શીઝાન ખાનની જગ્યાએ અભિષેક નિગમ લીડ રોલમાં જોવા મળશે. તુનિષાના મૃત્યુના કેસમાં શીઝાન હાલમાં જેલમાં છે.
નવીનતમ પ્રોમો વિશે વાત કરીએ તો, ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ હવે નવા અવતારમાં રજૂ કરવામાં આવશે. પ્રોમો સરસ છે પણ તેમાં લીડ સ્ટારનો ચહેરો બતાવવામાં આવ્યો નથી, જો કે તેના કદ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે અભિનેતા અભિષેક નિગમ છે. અભિષેક હવે અલી બાબામાં શીઝાન ખાનનું સ્થાન લેશે. પ્રોમો શેર કરતાં, સોની સબ ચેનલે સોશિયલ મીડિયા પર લખ્યું, કંઈક બહુ મોટું થવાનું છે, ટેલિવિઝન પર સૌથી મોટું ફેમિલી ડ્રામા જોવા માટે જોડાયેલા રહો, અલી બાબા: અંદાજ અનોખા ચેપ્ટર 2, સોમવારથી શનિવાર રાત્રે 8 વાગ્યે ફક્ત સોની સબ પર.”
આ સીઝનને ‘અલી બાબા: અંદાજ અનોખા ચેપ્ટર 2’ કહેવામાં આવી રહી છે. નવા પ્રોમો સાથે, શોની મહિલા સ્ટારને લઈને ચાહકોમાં અટકળો શરૂ થઈ ગઈ છે. જોવાનું એ રહેશે કે તુનિષા શર્મા બાદ આ શોમાં કઈ અભિનેત્રી એન્ટ્રી કરે છે જે મરિયમનું પાત્ર ભજવશે. ફેન્સ મેકર્સ તરફથી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
તુનિષાની આત્મહત્યા પછી બંધ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ તુનિષા શર્મા શો અલી બાબામાં લીડ રોલ પ્લે કરી રહી હતી. આ શોમાં તુનિષા મરિયમના રોલમાં હતી. અલીની ભૂમિકામાં તેનો સહ અભિનેતા શીઝાન ખાન હતો. ચાહકો બંનેની જોડીને પસંદ કરી રહ્યા હતા, પરંતુ તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ અચાનક આત્મહત્યા કરી લીધી. બીજી તરફ 27 ડિસેમ્બરે પોલીસે આ કેસમાં શીઝાન ખાનની ધરપકડ કરી હતી.
આ ઘટના બાદ ‘અલી બાબાઃ દાસ્તાન એ કાબુલ’નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. મેકર્સને પણ ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. હાલમાં જ શોના સેટ પર પૂજા કર્યા બાદ ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.