ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : હવે ડીસા, પાલનપુરના માર્ગો પર ઓવરલોડ ડમ્પર જોવા નહિ મળે
- ડીસા, પાલનપુરમાં ડમ્પર માલિકોએ એસોસિયેશનમાં નક્કી કરાયું.
પાલનપુર: ડીસા પાલનપુરના ડમ્પર માલિકોએ એસોસિયેશન બનાવી ઓવરલોડ પર પાબંધી મૂકી હતી અને સરકાર ને નુકસાન ન થાય તે માટે નિર્ણય લેવાયો હતો. ડીસા અને પાલનપુર માં અનેક વખત ઓવરલોડ ડમ્પરો ને લઈને બુમરાડ ઉઠી હતી, અને અવારનવાર ડમ્પર પકડાતા લાખો નો દંડ ભરવો પડતો હતો, સાથે ખનીજ વિભાગ ના તોતિગ દંડ ના કારણે ડમ્પર માલિકને મોટુ નુકસાન ભોગવવું પડતું હતું.
ત્યારે ગત રવિવાર એ ડીસા ખાતે પાલનપુર અને ડીસા ના ડમ્પર માલિકો ની બેઠક મળી હતી. જેમાં એસોસિઅન બનાવી તમારા ડમ્પર રોયલ્ટી પાસ પ્રમાણે ભરવા નિર્ણય કરેલ જોકે આ નિર્ણય ને સૌએ આવકારી લીધેલ. ડીસામાં મળેલ બેઠકમાં મોટી સંખ્યામાં ડમ્પર માલિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :કેન્દ્રીય બજેટ 2023 : મોંધવારીના માર વચ્ચે શું આ બજેટમાં મધ્યમ વર્ગને મળશે રાહત?