ગુજરાતટોપ ન્યૂઝ

રાઘવજી પટેલ અને પ્રફુલ પાનસેરિયા બાદ વધુ એક મંત્રીની સરકારી વિભાગની ઓચિંતી મુલાકાત

Text To Speech

આજરોજ ગાંધીનગર ખાતે આવેલી મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કચેરીની ઓચિંતી મુલાકાત લઈ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી કર્મચારીઓ સાથે સંવાદ કર્યો અને તેમની પાસેથી સરકારી યોજનાઓ માટેના નાગરિકોના અભિપ્રાય મેળવ્યા.

આ પણ વાંચો : અમદાવાદના એમેઝોન ફન પાર્કમાં ભીષણ આગ લાગતા 4 ફાયર ફાયટર ઘટના સ્થળે

વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાત રાજ્યના વધુ એક મંત્રીએ સરકારી વિભાગની ઓચિંતે મુલાકાત લીધી. તેમજ સરકારી કચેરીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. ગુજરાત સરકારના સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજરોજ ગાંધીનગરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી હતી.

મળતી માહિતી અનુસાર સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે ગાંધીનગરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ખાતે ઓચિંતા આવી પહોંચ્યા. અને મંત્રી ભાનુબેને સરકારી કચેરીમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ ઓફિસની પરિસ્થિતિનો ચિતાર પણ મેળવ્યો હતો. આ સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

ભાનુબેન બાબરીયા - Humdekhengenews

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજી પટેલ મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. તેઓ ઓફિસ શરૂ થવાના સમયે જ પહોંચી ગયા હતા જેથી એ સમયે ઓફિસના મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જેથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ટકોર કરી હતી. આ સિવાય અગાઉ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ પોતાના વિધાનસભા મતવિસ્તારની એક શાળાની મુલાકાતે ઓચિંતા જ ગયા હતા જ્યાં શાળાના શૌચાલયમાં ગંદકી જોવા મળતા તેઓએ જાતે જ સફાઈ અભિયાન શરુ કર્યું હતું.

Back to top button