ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

સોનાક્ષી સિંહાએ ડાયેટિંગ વગર ઘટાડ્યુ 30 કિલો વજનઃ વેઇટ લોસ માટે તેની ટિપ્સ કરો ફોલો

Text To Speech

દરેક વ્યક્તિ પોતાનું વજન યોગ્ય રહે તેમ ઇચ્છતી હોય છે. આ માટે લોકો દવાઓથી લઇને ડાયેટિંગનો સહારો લે છે. જોકે એ બિલકુલ જરૂરી નથી કે તમે ડાયેટિંગના માધ્યમથી જ વજન ઘટાડો અને બને તો દવાઓની મદદ બિલકુલ ન લેવી જોઇએ. બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેનું એક બેસ્ટ ઉદાહરણ રજુ કર્યુ છે.

બોલિવુડમાં એન્ટ્રી કરી તે પહેલા ખાવા પીવાની સોનાક્ષી સિંહા 90 કિલોની હતી. તેણે બોલિવુડમાં પ્રવેશતા પહેલા કોઇપણ ડાઇટિંગ વગર માત્ર એક શ્રેષ્ઠ ડાયેટ પ્લાન ફોલો કરીને અને થોડી એક્સર્સાઇઝ કરીને 30 કિલો વજન ઉતાર્યુ હતુ. આજે તેને ઓળખતા લોકો કે તેના ફેન્સ તેને તેના ડાયેટ પ્લાન અને વેઇટલોસ ટિપ્સ અંગે પુછતા રહે છે.

સોનાક્ષી સિંહાએ ડાયેટિંગ વગર ઘટાડ્યુ 30 કિલો વજનઃ વેઇટ લોસ માટે તેની ટિપ્સ કરો ફોલો hum dekhenge news

સોનાક્ષી ખાવા પીવાની ખુબ શોખીન છે. આ વાત તો લોકો સારી રીતે જાણે જ છે, તેથી જ તો તેણે વજન ઘટાડવા માટે પણ ડાયેટિંગનો સહારો ન લીધો, પરંતુ ડાયેટ પ્લાન દ્વારા વજન ઘટાડ્યુ. સોનાક્ષી દર બે કલાકે કંઇક ને કંઇક ખાતી રહેતી હતી. તેણે આ દરમિયાન કંઇ પણ ન છોડ્યુ. આ ડાયેટ પ્લાનમાં તે એક દિવસ ભરપુર ખાતી, તેના બદલે એકસ્ટ્રા વર્કઆઉટ પણ કર્યુ

સોનાક્ષી સિંહાએ ડાયેટિંગ વગર ઘટાડ્યુ 30 કિલો વજનઃ વેઇટ લોસ માટે તેની ટિપ્સ કરો ફોલો hum dekhenge news

દિવસમાં બે વખત એક્સર્સાઇઝ

સોનાક્ષી ડાયેટિંગ કે કોઇ દવાઓના સેવન વગર વર્કઆઉટ કરતી રહેતી હતી. તે દિવસમાં બે વખત જીમમાં જતી હતી. તેણે ટ્રેઇનરની મદદથી વર્કઆઉટ રૂટિનને ફોલો કર્યુ. તેમાં સોનાક્ષીએ સાઇકલ ચલાવવાથી લઇને કાર્ડિયો એક્સર્સાઇઝ, સ્વિમિંગ, કલાકો ટેનિસ અને યોગા પણ સામેલ કર્યુ હતુ.

સોનાક્ષી સિંહાએ ડાયેટિંગ વગર ઘટાડ્યુ 30 કિલો વજનઃ વેઇટ લોસ માટે તેની ટિપ્સ કરો ફોલો hum dekhenge news

સોનાક્ષી સિંહાનો ડાયેટ પ્લાન

બ્રેકફાસ્ટઃ ઘઉંના ટોસ્ટ સાથે મુસળી અને દુધ
મિડ મોર્નિંગઃ ડ્રાય ફ્રુટ્સ અને એક કપ ગ્રીન ટી
લંચઃ રોટલી, શાક અને સલાડ
સાંજેઃ એક કપ ગ્રીન ટી કે પછી કોઇ ફ્રુટ
ડિનરઃ શાક, દાળ, ચિકન અને ફિશ. આ ઉપરાંત તે આખો દિવસ ખુબ જ પાણી પીતી હતી, સાંજે છ વાગ્યા બાદ તે કોઇ પણ કાર્બોહાઇડ્રેટ ચીજોનું ભુલમાંથી પણ સેવન કરતી ન હતી.

આ પણ વાંચોઃ એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર ‘અવતાર 2’ મચાવી રહી છે ધૂમ, કલેક્શન જાણીને તમે ચોંકી જશો

Back to top button