ગુજરાત

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી થકી દવા છંટકાવમાં સહાય મેળવવા માટે આ તારીખ સુધી કરી શકાશે અરજી

Text To Speech

આજે ટેકનોલોજીના ઉપયોગ થકી જન જીવન સરળ બન્યું છે તમામ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને કલાકોનું કાર્ય મિનિટોમાં થતું થયું છે ત્યારે કૃષિ ક્ષેત્રે વધુ એક ગુજરાતે સફળતા મેળવી છે. આ વર્ષે કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેકનોલોજી અપનાવે તેવા શુભ આશયથીથી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મુકવામા આવી છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ કૃષિ વિભાગની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે તે માટે પોર્ટલ આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો આગામી 24 તારીખ સુધી અરજી કરી શકશે.

ખર્ચના 90 ટકા સહાય

ખેડૂતો દ્વારા પાક સંરક્ષણ માટે સામાન્ય રીતે ખેત શ્રમિકો દ્વારા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યુરિયા/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરનો પરંપરાગત પધ્ધતિથી છંટકાવ કરતા હોય છે. જેના કારણે વધુ સમય અને પાણીની જરૂર પડતી હોય છે. જેથી છંટકાવની અસરકારકતા પણ ઓછી જોવા મળતી હોય છે. જે માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી દવાઓનો છંટકાવ કરવામાં આવે તો દવાઓની અસરકારકતા પણ વધુ મેળવી શકાય છે. તેમજ મજુરોની અછતને નિવારીને સમય અને પાણીની બચત કરી શકાય છે. જે અંતર્ગત વર્તમાન વર્ષ 2022-23માં રાજય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી દવાઓના છંટકાવમાં સહાયરૂપ માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ ખર્ચના 90% અથવા પ્રતિ છંટકાવ દીઠ વધુમાં વધુ રૂપિયા 500/- પૈકી બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. પ્રતિ ખાતા દીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

ડ્રોનથી દવા છંટકાવ-humdekhengenews

આગામી 24 તારીખ સુધી અરજી કરી શકાશે

આ યોજનાનો લાભ લેવા માટે આઇ. ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in)પર તા.:-24/01/2022 સુધી અરજી કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ ખેડુતોએ ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો ! સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, જાણો ક્યારથી શરુ થશે નોંધણી

Back to top button