ગુજરાતટ્રેન્ડિંગ

શહેરી વિકાસને વધારવા રાજ્ય સરકારે ટાઉનપ્લાનિંગ સ્કીમથી લઈ પ્રિલિમનરી સુધી આટલી ટીપીને આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને આગાળ વધારવા માટે વધુ એક પગલુ ભર્યું છે. અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ 3 ડ્રાફટ ટી.પી મંજૂર કરવામા આવી છે. જેમાં અમદાવાદની વધુ 4 પ્રિલીમીનરી ટી.પી ને મંજૂરી મળી છે. અલંગ અને અમદાવાદની કુલ-7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી 23,250 EWS આવાસો આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ થશે.

7ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી

રાજ્ય સરકાર એક બાદ એક શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવા લાગી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવવા વિવિધ પગલા ભરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે નવી 7ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ટાઉન પ્લાનીંગ સ્કીમમાં અમદાવાદની 4 પ્રિલીમીનરી સ્કીમ અને અલંગની 3 ડ્રાફટ ટી.પી સ્કીમનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ 3 ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે. જાહેર સુવિધા માટે 25.56 હેક્ટર્સ અને બાગ-બગીચા, રમતના મેદાનો-ખૂલ્લી જગ્યા માટે 29.31 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

અલંગ-અમદાવાદ ટીપી મંજૂર - HUMDEKHENGENEWS

અલંગમાં 3 ડ્રાટ ટી.પી મંજૂર

ભૂપેન્દ્ર પટેલે અલંગની જે 3 ડ્રાટ ટી.પી મંજૂર કરી છે તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.1 ત્રાપજ, સ્કીમ નં. 2 મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-3 અલંગ-મણાર –કઠવા ની સ્કીમ સમાવિષ્ટ છે. આ ડ્રાફટ ટી.પી સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી મળતાં હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે. એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે. અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ ર૧.૧૪ હેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના (EWS) લોકોના આવાસો માટે સંપ્રાપ્ત થવાની છે અને કુલ 18,900 EWS આવાસો અહિં નિર્માણ થઇ શકશે.

અમદાવાદમા 4 પ્રિલીમીનરી ટી.પી મંજૂર

અમદાવાદ મહાનગરપાલિકાની જે 4 પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરવામાં આવી છે તેમાં ટી.પી સ્કીમ નં. 74 (ચાંદખેડા-ઝૂંડાલ), ટી.પી સ્કીમ નં.123 /એ (નરોડા), ટી.પી સ્કીમ નં.90(વિંઝોલ-2) તથા ટી.પી સ્કીમ નં. 96/એ (હાંસોલ-અસારવા) નો સમાવેશ થાય છે. આ ચાર ટી.પી સ્કીમ દ્વારા 2.83 હેક્ટર્સ જમીન વિસ્તારમાં કુલ4350 EWS આવાસો બનશે. મુખ્યમંત્રીએ આપેલી મંજૂરીને પરિણામે અલંગ અને અમદાવાદની આ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે 29.31 હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધાઓ માટે કુલ 25.56 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે. આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ 65.68 હેક્ટર્સ જમીન આ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી મળશે.

અલંગ-અમદાવાદ ટીપી મંજૂર - HUMDEKHENGENEWS

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટી.પી મંજૂરીની સંખ્યા શતકને પાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને ઝડપી બનાવી લોકોને વધુ સુવિધાઓ આપવાની નેમ સાથે અત્યાર સુધીમાં 100 જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે બીજીવાર મુખ્યમંત્રી તરીકે રાજ્યશાસનનું દાયિત્વ અને શહેરી વિકાસ વિભાગાનો હવાલો સંભાળ્યા બાદ વધુ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને તાજેતરમાં મંજૂરી આપી છે.

Back to top button