ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના શેરપુરામાં ગૌવંશ માટે ડાયરામાં એક કરોડની નોટો વરસાવાઈ

Text To Speech
  • ડીસાના ધારાસભ્ય ભક્તિના રંગે રંગાયા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગૌવંશને બચાવવા અને તેની સાર સંભાળ માટે અનેક જગ્યાએ ગૌશાળાઓ અને પાંજરાપોળો ચાલી રહી છે. જ્યાં મોટી સંખ્યામાં ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ગૌવંશના નિભાવ અને ખર્ચ ને પહોંચી વળવા માટે પણ ગૌશાળાઓને આર્થિક દાનની જરૂર પડતી હોય છે. ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલી ગૌશાળામાં ગૌ વંશના સંવર્ધન માટે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ ડાયરામાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. ડાયરા દરમિયાન તેઓ પણ ભક્તિના રંગે રંગાયા હતા. જ્યારે અહીંયા રાખવામાં આવેલી ગાય અને વાછરડાની પ્રતિમા ઉપર ડાયરા દરમિયાન ગૌ પ્રેમી સેવકોએ ચલણી નોટોની લ્હાણી વરસાવી હતી. આ ડાયરામાં ગૌવંશ માટે અંદાજે રૂપિયા એક કરોડથી વધુ દાન એકત્રિત થયું હતું.

જ્યારે ડાયરાના કલાકારોએ રાત્રે ડાયરાની મોજ કરાવી હતી. જેમાં શેરપુરા ગામની આજુબાજુથી મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ આ ડાયરામાં ભાગ લેવા આવ્યા હતા. જેમણે ગૌવંશ માટે છુટા હાથે ચલણી નોટોની લ્હાણી કરીને દાન આપ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા કોલેજના NSSના છાત્રોએ 70 જેટલા ઘાયલ પક્ષીઓની કરી સારવાર, 55 પંખીઓને આપ્યું જીવતદાન

Back to top button