નેપાળ પ્લેન ક્રેશ દુર્ધટનામાં રેસ્ક્યુ ઓપરેશન ટીમને મળ્યું બ્લેક બોક્સ
રવિવારે (15 જાન્યુઆરી) નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જીવતો બહાર કાઢી શકાયો નથી. આ વાત નેપાળ સેનાના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહી છે. તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત મળ્યું નથી. આજે સવારથી ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્ચું છે.
આ પણ વાંચો : અમેરિકાના કેલિફોર્નિયામાં પુરના કારણે લોકો વિજળી વગર રહેવા મજબૂર, જુઓ વિડિયો
નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જતી વખતે
એન્જિન ATR 72 એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પણ 4 લોકો લાપતા છે. મૃતકોમાં પાંચ ભારતીયોનો સમાવેશ છે. પ્લેન ક્રેશનો રિપોર્ટ 45 દિવસમાં અપેક્ષિત છે.
યતિ એરલાઇન્સે 16 જાન્યુઆરી સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે
યેતી એરલાઈન્સનું એટીઆર-72 વિમાન ક્રેશ થયું હતું, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. યેતી એરલાઈન્સ આ અકસ્માતને લઈને શોકમાં છે. આ કારણે 16 જાન્યુઆરી 2023 સુધી તમામ નિયમિત ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈન્સે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
આ પણ વાંચો : PM મોદીનો આજે દિલ્હી ખાતે રોડ શો, બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આપશે હાજરી
ચારેય ગુમ થયેલા મૃતદેહો બાળકોના હોઈ શકે છે
નેપાળ વિમાન દુર્ઘટનામાં ચાર મૃતદેહ હજુ પણ ગુમ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર ચારેય મૃતદેહો જે હજુ સુધી મળ્યા નથી, તે તમામ બાળકોના હોવાની માહિતી મળી છે. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પ્લેનમાં 2 વર્ષથી ઓછી ઉંમરના 3 અને 10 વર્ષથી ઓછી ઉંમરના 3 બાળકો હતા. અત્યાર સુધીમાં તમામ પુખ્ત પુરૂષો અને મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે અને માત્ર એક બાળકનો મૃતદેહ મળ્યો છે. બાળકોના મૃતદેહોને કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે.
પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું
બચાવ કામગીરીના વડાના જણાવ્યા અનુસાર વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. તેની તપાસ બાદ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે. પોખરાના રહેવાસીઓ સિવાય અન્ય તમામ મૃતદેહો કાઠમંડુથી જ સંબંધીઓને સોંપવામાં આવશે.