અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

SMS હોસ્પિટલમાંથી 3 દિવસથી ગાયબ યુવતીની લાશ મળી આવી

Text To Speech

ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે. તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર આ ચાંખેડાની નર્સ SMS હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી. અને 3 દિવસથી તે ફરજ પર ન આવતા તેના પરિવારને તેની જાણ કરાઈ હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ હોસ્પિટલના 7 માં માળે બંધ જગ્યાએથી મળી આવ્યો હતો. જેને જોઈને આ યુવતીએ આ યુવતીએ આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું હતું. આ બાબતે પરિવારને કરતા પરિવાર હોસ્પિટલમાં દોડી આવ્યો હતો અને પરિવાર જનોએ આ યુવતીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

\ચાંદખેડા મૃતદેહ-humdekhengenews

પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી

આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી. આ મામલે યુવતીના પરિવારજનોએ યુવતીની હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટના આધારે પ્રાથમિક તપાસમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાં હોવાનું તારણ સામે આવ્યું છે. ચાંદખેડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : 26મી જાન્યુઆરી અને G-20ને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Back to top button