ઉત્તર ગુજરાતગુજરાત

શ્રદ્ધાનો કુંભ : માં અંબાના ધામમાં સંતોનું આગમન,કોટેશ્વર ખાતે સાધુ- સંતોનું શાહી સ્નાન

Text To Speech

પાલનપુર: શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ નગરીને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી થી સાત કિલોમીટર જેટલા અંતરે આવેલું કોટેશ્વર ધામ શિવ મંદિર થી જાણીતું છે. સાથે સાથે સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન હોય અહીંથી સરસ્વતી નદીનો ઉદભવ થાય છે. અને આ નદી આગળ નીકળે છે.

સંતોએ કોટેશ્વર નદીના કુંડમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી

ઉતરાયણ ના પર્વમાં કોટેશ્વર ખાતે ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુ સંગમ સ્નાનની જેમ કોટેશ્વર નદીના કુંડમાં શ્રદ્ધાની ડૂબકી લગાડવા આવે છે. 15 જાન્યુઆરી 2023 ના રોજ બપોરે 12:00 વાગે માન સરોવર ખાતેથી મોટી સંખ્યામાં સંતો કોટેશ્વર જવા પ્રયાણ કર્યું હતું.

સંતો-humdekhengenews

રવિવારના પવિત્ર દિવસે માન સરોવરથી અંબાજી નગરમાં સંતોની શ્રદ્ધાની હેલી જોવા મળી હતી. મોટી સંખ્યામાં સંતો આવતા અંબાજી ધામ સંતોની નગરી બન્યું હતું. અંબાજી નગરમાં જગ્યા જગ્યા પર લોકો દ્વારા સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. કોટેશ્વર ખાતે વિજય ગીરી મહારાજના આશીર્વાદ બાદ સંતોએ સરસ્વતી નદીમાં ડૂબકી લગાવી ઉત્તરાયણ પર્વ ઉજવ્યો હતો.

સંતો-humdekhengenews

સતત બીજા વર્ષે અંબાજી ખાતે સંતો નું આગમન ઉતરાણ પર્વના દિવસે થયું હતું. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ સંતોની સવારીના દર્શન કર્યા હતા. સાથે સાથે શ્રદ્ધાના કુંભમાં નાગા સાધુ સાથે વિવિધ સંતોના પણ આશીર્વાદ લીધા હતા. આજે 500 કરતા વધુ સંતો અંબાજી નગરમાં આવ્યા ત્યારે અંબાજી કુંભ નગરી બની હતી.

આ પણ વાંચો :અમેરિકા : વિશ્વમાં વધતા જતા ભારતના કદ અંગે વ્હાઈટ હાઉસમાં કરાઈ ચર્ચા, જાણો કોણે શું કહ્યું ?

Back to top button