G20ની B20 બેઠકમાં તાતા સન્સના ચંદ્રશેખરન સહિત 150 CEO આવશે. જેમાં મહાત્મા મંદિર પાસે 22થી 24 જાન્યુ. સુધી બેઠકોનો દોર યોજાશે. તથા ગુજરાત સરકાર તરફથી રોજ રાત્રે ગાલા ડિનર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનો જલસો યોજાશે. તેમજ બી-20 ઇન્સેપ્શનની બેઠક ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે આવેલી ખાનગી હોટેલમાં યોજાશે.
આ પણ વાંચો: ગુજરાત: બે દિવસમાં પતંગની દોરીના કારણે 130 લોકો લોહીલુહાણ થયા
150થી વધુ બિઝનેસ એક્ઝિક્યૂટિવ્સ વિવિધ કંપનીઓના સીઇઓ આવશે
જી-20 દેશોની સમિટના ભાગરૂપે 22થી 24 જાન્યુઆરી દરમિયાન બિઝનેસ-20 ઇન્સેપ્શનની બેઠક પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે આવેલી ખાનગી હોટેલમાં યોજાશે, જેમાં બી-20ના અધ્યક્ષ તરીકે તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે 150થી વધુ બિઝનેસ એક્ઝિક્યૂટિવ્સ વિવિધ કંપનીઓના સીઇઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ, નીતિ ઘડવૈયાઓ વગેરે જોડાશે. ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ-જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રી પીયૂષ ગોયેલ, કેન્દ્રીય રેલવે-ઇલેક્ટ્રોનિક્સ-આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા ભારતના શેરપા યાને જી-20 માટે નિમાયેલા ભારતના મુખ્ય અધિકારી અમિતાભ કાંત પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધ્યો, લો બોલો રૂ.24 કરોડના બદલે રૂ.183 કરોડની ઉઘરાણી
બી-20 ઇન્ડિયા સેક્રેટરિયેટ દ્વારા બનાવાયો
બી-20 ઇન્સેપ્શન બેઠકનો કાર્યક્રમ બી-20 ઇન્ડિયા સેક્રેટરિયેટ દ્વારા બનાવાયો છે, જેમાં આરએઆઇએસઇ-‘રાઇઝ’ રિસ્પોન્સિબલ, એક્સિલરેટેડ, ઇનોવેટિવ, સસ્ટેનેબલ એન્ડ ઇક્વિટેબલ બિઝનેસ-અર્થાત્ જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાય-થીમ નક્કી કરાઈ છે. ક્લાઇમેટ ચેન્જ, યુદ્ધ-મહામારીના સમયમાં ડિજિટલ સહયોગ, ટકાઉ અને પડકારો ઝીલી શકે તેવા વેલ્યૂ ચેઇન્સ, ઇન્ટરનેટ વપરાશકારો વચ્ચે નવસર્જનનું સ્તર વધારવું, જનસમુદાયોને નાણાકીય સશક્ત બનાવવા વગેરે વિષયો બી-20માં ચર્ચાશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં 12 વર્ષ પછી 1.4 ડિગ્રી તાપમાન
એમ્ફી થિયેટર ખાતે ગરબા-રાસ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે
ક્લાઇમેટ એક્શનઃ એક્સિલરેટિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર એન્ડ સસ્ટેનેબલ ફ્યૂચર, રિથિન્કિંગ એન્ડ રિવાયટલાઇઝિંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ, ઇન્ક્લૂઝિવ ઇમ્પેક્ટ, રિહિફાઇનિંગ ધ ગ્લોબલ ડિજિટલ કો-ઓપરેશનઃ અ કોલ ફોર એક્શન, બિલ્ડિંગ રેઝિલિયન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેઇન : એડવાન્સિંગ ઇન્ક્લૂઝન એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઓલ, ફોસ્ટરિંગ ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન એન્ડ એમ્પાવરિંગ સોસાયટીઝ – વગેરે વિષયો આધારિત સત્રો યોજાશે. ગુજરાત સરકાર આ બિઝનેસ-20માં ભાગીદાર થનારાઓ માટે રોજ રાત્રે ગાલા ભોજનનું આયોજન કરશે, દાંડી કુટિર, ગિફ્ટસિટી, અડાલજની વાવની મુલાકાત કરાવશે, પાટનગરના પુનીત વન ખાતે યોગ-આયુર્વેદ સત્રનું આયોજન કરશે તેમજ રોજ રાત્રે મહાત્મા મંદિરના પરિસરના એમ્ફી થિયેટર ખાતે ગરબા-રાસ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે.