ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધ્યો, લો બોલો રૂ.24 કરોડના બદલે રૂ.183 કરોડની ઉઘરાણી

રાજ્યમાં એક તરફ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ મેગાસિટી અમદાવાદમાં જ વ્યાજખોરોના ત્રાસથી એક બિલ્ડરને આપધાતનો પ્રયાસ કરવાની નોબત આવે ત્યારે વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ ખરેખરમાં કેટલી સફળ છે તેનો ખ્યાલ આવી જાય છે. વ્યાજખોરોને જાણે પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો તો તેને જે હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં પણ આ માથાભારે વ્યાજખોરો પહોચીને કડક ઉધરાણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં 12 વર્ષ પછી 1.4 ડિગ્રી તાપમાન

દવાખાનામાં પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી

અમદાવાદના સેટેલાઈટમાં બિલ્ડર પાસેથી રૂ.24 કરોડના બદલે રૂ.183 કરોડની વ્યાજખોરોની ઉઘરાણી કરવામાં આવી છે. જેમાં રૂ.39 કરોડની સામે રૂ.15 કરોડથી વધુ ચૂકવ્યાં છતાય વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. તેમજ બિલ્ડરે 23 ડિસેમ્બરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દવાખાનામાં પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી.

આનંદનગર પોલીસ સ્ટેશનમાં આઠ વ્યાજખોરો સામે ફરિયાદ

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધ્યો છે ત્યારે અમદાવાદના સેટેલાઇટમાં એક બિલ્ડરે રૂ.39 કરોડની સામે 15.46 કરોડ ચૂકવી આપ્યા હતા. એટલે બાકીના રૂ.24 કરોડની સામે વ્યાજખોરો રૂ.183 કરોડની ઉધરાણી કરતા હતા. એટલે આઠ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપતા ઉંઘની 50થી વધુ દવાની ગોળીઓ ગળીને બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. એટલે હોસ્પિટલે પણ પહોચીને વ્યાજખોરોએ ઉધરાણી ચાલુ જ રાખી હતી. આ અંગે બિલ્ડરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

તારા પરિવારને મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી

સેટેલાઇટમાં રહેતા રાકેશભાઇ શાહ સ્ઇફ વર્લ્ડ નામથી કન્સ્ટ્રકશનનો બિઝનેશ કરે છે. તેઓએ ધંધાના કામ અર્થે 8 જેટલા લોકો પાસેથી 39 કરોડ રૂપિયા 1.5 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ વ્યાજખોરોએ થોડા મહિના સુધી 1.5 ટકા પ્રમાણે વ્યાજ લીધા બાદ 10 ટકા વ્યાજ કરી દિધું હતું. આમ છતાં, વેપારીએ 15.46 કરોડ વ્યાજખોરોને ચૂકવ્યા હતા. બીલ્ડરે વ્યાજખોરોને 24 કરોડ આપવાના બાકી હતા. પરંતું આઠેય વ્યાજખોરો 183 કરોડની માગણી કરીને પઠાણી વસૂલાત કરીને ટ્રકથી ઉડાવીને મારી નાંખીશુ, પરિવારને મારી નાંખીશુ તેવી ધમકીઓ આપતા હતા. આ ઉપરાંત, બિલ્ડરે વ્યાજની રકમ આપવામાં એક દિવસ મોડું કરે તો વ્યાજખોરો 1 ટકા પેનલ્ટી વસૂલતા હતા. ગત, 23 ડિસેમ્બરે રાકેશભાઇએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ઉંઘની 50 દવાની ગોળી પી લીધી હતી. જેથી તેઓએ તબિયત લથડી જતાં તાત્કાલિક પરિવારજનોએ રાકેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા.ત્યાં પણ વ્યાજખોરો પહોંચી જઇને કિડની લીવર વેચીને તારે પૈસા આપવા પડશે નહીં તો તારા પરિવારને મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી.

Back to top button