28 અને 29 મેના રોજ રાજકોટમાં સબ જુનિયર એન્ડ જુનિયર સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ-2022 યોજાઈ હતી. જેમાં અમદાવાદના તરણવીરોએ તેમના કોચ અમિત પટેલની આગેવાનીમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તરણવીર વેનિકા પરીખે અન્ડર-14માં પાંચ ગોલ્ડ મેડલ જીતી ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. આ સિવાય વેનિકાએ તેની અમદાવાદની ટીમ સાથે 200 મીટર મેડલી રિલે અને 200 મીટર ફ્રી સ્ટાઈલ રીલેમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપમાં વેનિકાનું પ્રદર્શન
50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ- વિથ ન્યૂ સ્ટેટ રેકોર્ડ
100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ- વિથ ન્યૂ સ્ટેટ રેકોર્ડ
200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ
50 મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં પ્રથમ
50 મીટર બેક સ્ટ્રોકમાં પ્રથમ
ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ વિજય નહેરાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તો, અન્ડર-17માં ક્રિશા ત્રિવેદીએ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો તેમજ 50 મીટર એન્ડ 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે, 4×100 મીટર મેડલી રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
જ્યારે, અન્ડર-17માં ગ્રુપ-1માંથી જીયા રાણાએ 800 મીટર ફ્રી સ્ટાઈલ, 400 મીટર ફ્રી સ્ટાઈલ અને 200 મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જીયાએ 50 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ જીત્યો હતો. પોતાની ટીમ સાથે જીયાએ 4 x 100 ફ્રી સ્ટાઈલ રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીયા રાણાના હાલના કોચ અમિત પટેલ છે અને અગાઉ તેણે હાર્દિક પટેલ પાસે તાલીમ લીધી હતી.
ખેલમહાકુંભમાં જીયાનું પ્રદર્શન
400 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ
200 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ
100 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ
100 મીટર મેડલી રિલેમાં બ્રોન્ઝ મેડલ
109 મીટર મેડલી રિલેમાં બ્રોન્ઝ મેડલ
ગ્રુપ-3માંથી અન્ડર-11માં નોયા પટેલે 50 મીટર અને 100 મીટર બેકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 50 મીટર ફ્રી સ્ટાઈલ એન્ડ 50 મીટર બટરફ્લાયમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમજ 100 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગ્રુપ-3માંથી અન્ડર-11માં વીવા શાહે 100 મીટર બટરફ્લાયમાં સિલ્વર મેડર જીતી સેકન્ડ નંબર પર રહી હતી. તો, ગ્રુપ-2 ગર્લ્સ કેટેગરીમાં 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રીશા દેસાઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અન્ડર-14 ગર્લ્સ કેટેગરીમાં 50 મીટર બેક સ્ટ્રોકમાં દેવાંશી દોશીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ગ્રુપ-1 બોય્ઝ અન્ડર-17માં અલૈન પટેલે મેડલી રિલે અને ફ્રી સ્ટાઈલ રિલેમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા તેમજ 50 મીટર બેક સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.