દુનિયાની સૌથી સુંદર મહિલાઓની પસંદગી માટે આયોજીત 71માં મિસ યુનિવર્સનું અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યૂ આર્લેઅંસ શેહરમાં થયું, જ્યાં મિસ યૂનિવર્સ 2022 બ્યૂટીનું એલાન કરવામાં આવ્યું અને આ ખિતાબ અમેરિકાની આર બોની ગ્રેબ્રિએલ (R’bonney Gabriel)જીત્યો છે. દુનિયાભરની 84 કન્ટેસ્ટેંટ્સને માત આપીને બોની ગ્રેબ્રિએલે આ તાજ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધામાં વેનેઝુએલાની અમાન્દા ડુડામેલ ન્યુમેન ફર્સ્ટ રનર અપ અને ડોમિનિકન રિપબ્લિકની એન્ડ્રીયા માર્ટિનેઝ સેકન્ડ રનર અપ રહી હતી.
The official Miss Universe is… USA???????? pic.twitter.com/mBZvNTJN1m
— Miss Universe (@MissUniverse) January 15, 2023
આ દરમિયાન ભારતની પૂર્વ મિસ યૂનિવર્સ હરનાઝ સંધુએ તેને તાજ પહેરાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, ટોપ 3 કેન્ટેસ્ટેંટની આ યાદીમાં વેનેઝુએલાની અમાંડા ડુડાંમેલ ન્યૂમેન, યૂએસની આર બોની ગ્રેબ્રિએલ અને ડોમિનિકન રિપબ્લિકની એંડ્રીના માર્ટિનેઝે જગ્યા મળી હતી. તો વળી ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલી દિવિતા રાયને ટોપ 16માં તો પોતાની જગ્યા બનાવી પણ ટોપ 5માં બહાર થઈ ગઈ હતી.
Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw
— Miss Universe (@MissUniverse) January 15, 2023
કોણ છે આર બોની ગ્રેબ્રિએલ
મિસ યૂનિવર્સ 2022 માટે પસંદ થયેલી બોની ગ્રેબ્રિએલ અમેરિકાના હ્યૂસ્ટન, ટેક્સાસની રહેવાસી છે અને વ્યવસાયે તે ફેશન ડિઝાઈનર છે. ગ્રેબ્રિએલની મા અમેરિકી છે અને તેના પિતા ફિલીપીન્સ છે. 28 વર્ષીય ગ્રેબિયલ, હ્યુસટન ટેક્સાસની ફેશન ડિઝાઈનર છે. ટોપ-3 પ્રશ્નોત્તરી દરમિયાન ગ્રેબિલયે ફેશન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાનો મોટાભાગનો સમય ફેશન ડિઝાઈનિંગમાં વિતાવે છે, તેઓ પ્રદૂષણ ઓછું કરવાની દિશામાં કામ કરે છે. તેઓ એ મહિલાઓને શિક્ષણ આપે છે, જેઓ માનવ તસ્કરી અને ઘરેલુ હિંસાનો ભોગ બને છે.
The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y
— Miss Universe (@MissUniverse) January 15, 2023
નવા તાજમાં શું છે ખાસ
આ વર્ષે મિસ યૂનિવર્સને એક નવો તાજ પહેરાવામા આવ્યો છે. આ નવા તાજને ફેમસ લક્ઝૂરી જ્વેલર Mouawadએ ડિઝાઈન કર્યો છે. આ તાજની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. આ તેમાં હીરા અને નીલમ જોડાયેલ છે. આ ઉપરાંત આ તાજમાં પગના આકારના નીલમ પણ લાગેલા છે, જેની ચારેતરફ હીરા લગાવેલા છે. આ સમગ્ર તાજમાં કુલ 993 સ્ટોન લાગેલા છે. જેને 110.83 કેરેટ નીલમ અને 48.24 કેરેટ સફેદ ડાયમંડ છે. તાજની સૌથી ઉપર લાગેલા રોયલ બ્લૂ કલરના નીલમ 45.14 કેરેટનો છે.
આ પણ વાંચો : આદિત્ય બિરલા ગ્રુપ : દેશના ટોપ વિદ્યાર્થાઓને આપશે વિશેષ સ્કોલરશીપ