ટ્રેન્ડિંગબિઝનેસ

આદિત્ય બિરલા ગ્રુપ : દેશના ટોપ વિદ્યાર્થાઓને આપશે વિશેષ સ્કોલરશીપ

ભારતના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ આદિત્ય બિરલા ગ્રુપ તરફથી બિઝનેશ ઉપરાંત તમામ ક્ષેત્રમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્ય થતા રહે છે. આ વચ્ચે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા ભારતના ઘડતર માટે પણ કાર્યરત છે, તેથી તે દર વર્ષે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપે છે, જેની આ વર્ષની યાદી તાજેતરમાં જ બહાર પડી છે.

વર્ષ 1999થી આપવામાં આવે છે સ્કોલરશીપ

વર્ષ 1999થી આદિત્ય બિરલા સ્કોલરશીપ યોજના આપવામાં આવે છે, જેમાં અત્યાર સુધી 635 જેટલાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. દર વર્ષે આ સ્કોલરશીપનો લાભ મુખ્યત્વે એન્જિયરિંગ,મેનેજમેન્ટ અને લો ના વિદ્યાર્થીઓને મળતો હોય છે, આ વિષયો ભણાવતી દેશની ટોચ સંસ્થા જેવી કે IITs, IIMs, BITS pilani, XLRI Jamshedpur, NALSAR University of Law, National Law School of India University-Hyderabad, National law University – Bangaluru, Gujarat National Law University અને The West Bengal National University of Juridical Sciences-Kolkata જેવી શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે અને આ પ્રત્યેક સંસ્થાઓમાંથી કુલ 20 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મળે છે.

આ વર્ષે આ યોજનામાં કુલ 382 જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી 106 જેટલાં વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ‘The Aditya Birla Scholars’ની પ્રખ્યાત જ્યુરીએ 49 જેટલાં વિદ્યાર્થીઓને તેમની કુશળતાને આધારે આ સ્કોલરશીપ માટે સિલેક્ટ કરવામાં આવ્યાં છે.

જ્યુરીમાં આ મહાનુભાવો છે સામેલ

Menegment Stream :

આ જ્યુરીની મેનેજમેન્ટ સ્ટ્રીમમાં બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના વાઈસ પ્રેસિડેન્ટ આસિત ભાટિયા, એશિયા પેસેફિકમાં બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના ચેરમેન જન્મેજય સિંહા તેમજ સુકન્યા કાઉન્સિલિંગના ડિરેક્ટર સુકન્યા કૃપાલુનો સમાવેશ થાય છે.

Engineering Stream

આ જ્યુરીની એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં ભાભા અણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર ડો.અજીત કુમાર મોહંતી, હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશનના ડિરેક્ટર ડો. અરનબ ભટ્ટાચાર્ય, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રોફેસર ગોવિંદા રંગરાજન તેમજ બેઈન એન્ડ કંપની ઈન્ડિયા પ્રા. લિ.ના સિનિયર પાર્ટનર પ્રશાંત સારિનનો સમાવેશ થાય છે.

law Stream

આ જ્યુરીની લો સ્ટ્રીમમાં કર્ણાટક હાઈકોર્ટ,અલ્હાબાદ હાઈકોર્ટ અને મુંબઈ હાઈકોર્ટના પૂર્વ અને નિવૃત ચિફ જસ્ટિસ દિલીપ ભાભાસાહેબ ભોસલે, મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ ચિફ જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના પૂર્વ અને નિવૃત જજ ઈન્દ્રા બેનરજી તેમજ શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કો. ના મેનેજિંગ પાર્ટનર પલ્લવી શ્રોફનો સમાવેશ થાય છે.

Aditya Birla Scholarship - Hum Dekhenge News
આદિત્ય બિરલા સ્કોલરશીપ

આ વિદ્યાર્થીઓને મળી સ્કોલરશીપ :

LAW –

The West Bengal Nation University of Juridical Sciences, Kolkata
-અમિતેશ નિયોગી
-માનુજ ગુપ્તા
-સિધ્ધાંત બિશ્નોઈ
-વૈભવ ઝા

National Law School of India University,Bagaluru
-પ્રેમ વિનોદ પરવાની
-રિષભ શિરવાની

National Law University, Jodhpur
-અબીરામી રામચંદ્રન
-રિષભ મહેતા
-સંયુક્તા

NALSAR University of Law,Hydrabad
-અદિતી ભોજનગરવાલા
-અનિરુધ્ધ બાંદલા
-જ્હાનવી જોશી
-શ્રી કીર્તના રેવિનીપતિ

MANAGMENT :

IIM AHMEDABAD
-આકાંક્ષા શ્રેયા
-કુશાગ્ર અગ્રવાલ
-નેહા કપુર
-સૌમદિપ બેનરજી

IIM Calcutta
-દિપ્તી કુલકર્ણી

IIM Indore
-સ્વાતિ સૂરજ

IIM Lucknow
-માધવ ગોયલ
-નાઝિશ ઈસ્લામ

IIM Shillong
-આકાશ તિવારી
-સહિષ્ણુ શર્મા

XLRI Jamshedpur
-હરિસ્મરણ સિંહ
-મોહિત મનહસ

ENGINEERING

IIT Bombay
-માહિત રાજેશ ગાંધીવાલા
-મયંક મોટવાણી
-પલ્લી જલાકશી
-તનિષ્કા કબ્રા

IIT Delhi
-આસ્થા વર્મા
-આદિત્ય પ્રકાશ
-જહાનબી રોય

IIT Kanpur
-મયંક ગુપ્તા

IIT Madras
-કાર્તિકેય પોલિશેટ્ટી

BITS Hydrabad
-સિમરન રાવ
-સિમરન સિંઘ

IIT Kharagpur
-અભિનાશ બાર્મન
-હર્ષિત સિંઘ
-પૌથુરી વિગ્નેશ
-પ્રણયા શાણમપુડી
-ર્શમદા અલ્લા

IIT Roorkee
-આર્યન ધાસ
-સારા મન

આમ આ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી આદિત્ય બિરલા ગ્રુપ તેમના તેમજ દેશના ભવિષ્યના ઘડતરમાં ઘણો મોટો ફાળો આપે છે.

 

Back to top button