નેશનલ

75મા સેના દિવસની ઉજવણી પહેલી વખત દિલ્હીની બહાર થયું આયોજન, પરેડમાં જોવા મળી વિશેષતા

Text To Speech

આજે 75મો આર્મી દિવસ ઉજવાઈ રહ્યો છે. આ દિવસની શરૂઆત વર્ષ 1949થી કરવામાં આવા હતી. આજે પ્રથમ વખત આર્મી દિવસ ઉજવણી દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી છે. આર્મી દિવસે પરેડ એક અભિન્ન હિસ્સો છે. આર્મી દિવસ દર વર્ષે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.15 જાન્યુઆરી 1949ના રોજ લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસન પછી પ્રથમ વખત ભારતીયોને ભારતીય સેનાની લગામ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : Breaking News : કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન થયું ક્રેશ, 68 મુસાફરો હતા હાજર

આર્મી દિવસનું પ્રથમવાર દિલ્હીની બહાર આયોજન

આ વખતે પ્રથમ વખત આર્મી દિવસ પર પરેડ બેંગલુરુના MEG અને સેન્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પરેડની સલામી લેશે અને વીરતા પુરસ્કાર એનાયત કરશે. આ પછી આર્મી સર્વિસ કોર્પ્સ (ASC)ની ટોર્નાડો ટીમ બાઈક પર સ્ટંટ કરશે, પેરાટ્રૂપર્સ સ્કાયડાઇવિંગ કરશે, આર્મી એવિએશન કોર્પ્સની ટીમ ડેરડેવિલ જમ્પ કરશે અને અંતે હેલિકોપ્ટરનો ફ્લાય પાસ્ટ પણ કરશે.

પીએમ મોદી અને રક્ષા મંત્રીએ આર્મી દિવસ પર પાઠવી શુભેચ્છા

પીએમ નરેન્દ્ર મોદીએ 75માં આર્મી દિવસ પર ટ્વીટ કરતા લખ્યુ હતું કે સેના દિવસ પર હું તમામ સૈન્ય કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભેચ્છા પાઠવું છું. દરેક ભારતીયને અમારી સેના પર ગર્વ છે અને અમે હંમેશા અમારા જવાનોના આભારી રહીશું. તેઓએ હંમેશા આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે અને કટોકટીના સમયમાં તેમની સેવા ખાસ કરીને પ્રશંસનીય છે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું હતું કે “તમામ ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને આર્મી દિવસ પર શુભેચ્છાઓ. તેમની અદમ્ય હિંમત, બહાદુરી, બલિદાન અને સેવાને દેશ સલામ કરે છે. ભારતને સુરક્ષિત રાખવા માટે ભારતીય સેનાના પ્રયાસો પર અમને ગર્વ છે. રક્ષા મંત્રી આર્મી દિવસની ઉજવણીમાં ભાગ લેવા બેંગલુરુમાં ઉપસ્થિત રહેશે.

Back to top button