ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ, કિડની વેચીને નાણાં વસુલીની ધમકી

ગુજરાતમાં વ્યાજખોરી બેફામ થઇ છે. જેમાં લાખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલાયું છે. ત્યારે 8 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. જેમાં રાકેશ શાહ નામનો શખ્સ વ્યાજખોરીના ચૂંગલમાં ફસાયો છે. તેમાં રાકેશ શાહ પાસેથી કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલાયું છે. રાકેશ શાહે અર્પિત શાહ પાસેથી એપ્રિલ 2020ના રોજ 18 લાખ રૂપિયા લીધા હતા. જેમાં અર્પિત શાહે 10 ટકા વ્યાજની માંગણી કરી હતી અને કુલ રોકાણની સામે 79 લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. તેમ છતાય, ખોટા હિસાબ દર્શાવીને રૂપિયા 12 કરોડની ઉઘરાણી માંગી હતી અને જો નાણાં નહી આપે તો હાથપગ તોડવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે, આ તારીખે મુલાકાતીઓને ગાંધીનગર ન આવવા અપીલ

જાણો શું છે સમગ્ર ઘટના:

સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડરે ધંધાકીય કામ માટે આઠ જેટલા લોકો પાસેથી કરોડો રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં નાણાં આપનાર વ્યક્તિઓએ દાદાગીરી કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમા રહેવા માટે ચાલ્યો ગયો હતો. તેમ છતાય, સતત ધાકધમકી મળતા બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે આનંદનગર પોલીસે આઠ લોકો વિરૂદ્વ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વ્યાજખોરો વિરૂદ્વ શરૂ થયેલી ડ્રાઇવ બાદનો ગુજરાતનો સૌથી મોટો કેસ ગણવામાં આવી રહ્યો છે.

તુ નાણાં નહી આપે તો તારી તમામ મિલકતો લખાવી દઇશું

સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા રાકેશ શાહ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નામે વ્યવસાય કરે છે અને સેટેલાઇટ રાહુલ ટાવરમાં આવેલા અરીસ્તા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમના જુના મિત્ર સંગમ પટેલ પાસેથી એપ્રિલ 2020થી અત્યાર સુધી ધંધાકીય કામ માટે રૃપિયા 13.65 કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કરાયું હતું. જો કે થોડા સમય બાદ સંગમ પટેલે માસિક 10 ટકા વ્યાજ માગ્યું હતુ અને જો તે નહી આપે તો એક ટકા પેનેલ્ટી લેવાની વાત કરી હતી. જેથી રાકેશ શાહે અન્ય વ્યક્તિ પાસેથી સાત કરોડ જેટલી રકમ ચુકવી આપી હતી. જ્યારે બાકીના 6.62 કરોડ રૂપિયા બાદમાં ચુકવી આપવા માટે કહ્યું હતું પરંતુ, સંગમ પટેલે 24 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે જો તુ નાણાં નહી આપે તો તારી તમામ મિલકતો લખાવી દઇશું.

આ પણ વાંચો: અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી નામ રોશન કરશે

લક્ષ્મણ વેકરિયા પાસેથી 75 લાખ લીધા

આ ઉપરાંત રાકેશ શાહે ચેતન શાહ પાસેથી આઠ કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે 30 કરોડની માંગણી કરવામાં આવી હતી. તેમજ પકંજભાઇ પારેખ પાસેથી તેમણે ડિસેમ્બર 2021 બાદ કુલ 4.74 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. જેની સામે 42 કરોડની ઉધરાણી બાકી હોવાનું કહીને ધમકી આપી હતી. તેમજ લક્ષ્મણ વેકરિયા પાસેથી 75 લાખ લીધા હતા. જેની સામે એક કરોડની ચુકવણી થઇ હોવા છતાય, પાંચ કરોડની રકમ બાકી હોવાનું કહીને નાણાંની માંગણી કરી હતી. સતત મળી રહેલી ધાકધમકીને કારણે રાકેશ શાહ ઘર છોડીને પાલડીમાં આવેલી એપલ ઇન હોટલમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ, સતત માનસિક અને શારિરીક ત્રાસ મળતા તેમણે ઉંઘની દવા પી લીધી હતી. જેથી તેમને પાલડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા નાણાંની માંગણી કરનાર ચેતન શાહ, અલ્પાશભાઇ શાહએ હોસ્પિલટલમાં આવીને ધમકી આપી હતી કે તું બચી ગયો છે જેથી તારી કીડની વેચીને પણ નાણાં વસુલ કરીશું.જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Back to top button