ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ઠંડી વચ્ચે અમદાવાદ પોલીસે કર્યું સરાહનીય કામ, તમે પણ કહેશો, ‘વાહ !’

Text To Speech

રાજ્યમાં જે રીતે ઠંડી વધી રહી છે તે રીતે સામાન્ય જનજીવન પર તેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. આ સ્થિતિમાં જાહેર માર્ગ પર ઉંઘતા અને ઘર વિહોણા લોકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અમદાવાદ પોલીસનું સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં પોલીસે રાત્રે ઠંડીની અંદર ઠુંઠવાતા લોકો માટે ધાબળાનું વિતરણ કરી ઠંડીમાં રાહત આપવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો : પતંગ અને માંજાની ખરીદી કરી ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી !

આમ પણ પોલીસ સામાન્ય જનતાની રક્ષાનું કામગીરી કરતી હોય છે. કોરોના કાળમાં લોકોની સેવામાં પોલીસ ઘણી વખત ઉત્તમ કામગીરી કરતાં જોવા મળી છે ત્યારે ઠંડીમાં હેરાન થઈ રહેલા લોકોને મદદ કરીને દિલમાં અલગ જ ભાવ ઊભો કર્યો છે. સામાન્ય રીતે લોકોને પોલીસના આકરા સ્વભાવનો અનુભવ થતો હોય છે. પરંતુ સાબરમતીમાં જે જોવા મળ્યું તેણે પોલીસના દિલમાં પણ દયા ભાવનાનો ભાવ હોય છે તેની પ્રતીતિ કરાવી છે.

એમ પણ જ્યારે પણ કોઇ વ્યક્તિની પોલીસ સાથે વાતચીત થતી હોય તો તેમને ક્યાંકને ક્યાંક ડર લાગે છે પણ પોલીસની આ કામગીરીથી ઘણાં જરૂરિયાતવાળા લોકોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

અમદાવાદ પોલીસે ટ્ટિટ કરીને જણાવ્યું છે કે, “સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં રાહત મળે તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ધાબળા વિતરણ કરવામાં આવ્યા.” આ વીડિયોમાં જોવા મળે છે કે પોલીસ ઘણાં લોકોને ધાબડો ઓઢાડી રહી છે. પોલીસે કરેલી મદદથી ખુશીની લાગણી અનુભવતા શખ્સે બે હાથ જોડીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કોણ બનશે ગુજરાતના પોલીસ વડા ?

આ ઉપરાંત વાસણા પોલીસની ટીમ દ્વારા પણ ફૂટપાથ પર ઊંઘી રહેલા અને ઝૂંપડામાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા ઓઢાડતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. પોલીસે કરેલી મદદથી ઘણાં ગરીબ પરિવારોને ઠંડીમાં રાહત મળી હતી.

Back to top button