ગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તરાયણની મજા સજામાં ફેરવાઈ અકસ્માતના 400થી વધુ કેસ નોંધાયા,પક્ષીઓના પણ હજારો કેસ નોંધાયા

Text To Speech

શનિવારે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી હર્ષોલ્લાસની સાથે થઈ હતી. જેમાં દિવસ દરમિયાન પવન હોવાના કારણે લોકોની મજા પણ બમણી થઈ હતી. કોરોનાના પછી કોઈ પણ રોકટોક વગર લોકોએ મજા માણી ત્યારે કેટલાંક સ્થાનો પર અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી તેમજ પશુ-પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. રાજ્યભરમાં અકસ્માતના કુલ 400 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ 56 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

108 emergency ambulance - Hum Dekhenge News

ઉત્તરાયણના દિવસે રાજ્યમાં દોરીથી ઈજા થયાની 62 ઘટના બની હતી. આ ઘટનામાં પણ સૌથી વધુ 25 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં અગાસી પરથી પડી જવાની પણ કેટલીક ઘટનાઓ બની હતી. રાજ્યમાં જાહેર કરાયેલા આંકડાઓમાં ધાબા પરથી પડી જવાની કુલ 164 ઘટના બની હતી. અમદાવાદમાં સૌથી વધુ 36 ઘટના બની હતી.

Uttarayan - Hum Dekhenge News
ઉત્તરાયણ

તેમજ સૌથી ઝડપથી સેવા આપતી 108 ઇમરજન્સી સેવા પર પણ લોકોના દિવસ દરમિયાન કોલ ચાલુ રહ્યા હતા. ઉત્તરાયણના દિવસે 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા છે. જેમાં પણ લોકોને સામાન્ય ઇજાથી લઈને ઘણી ફરિયાદો સામે આવી છે.

આ પણ વાંચો : ઉત્તરાયણના બીજા દિવસે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, ઘણી જગ્યા પર તાપમાન 10 ડિગ્રીથી નીચે

આ ઉપરાંત મુંગા પક્ષીઓની વાત કરવામાં આવે તો પશુ-પક્ષીઓના પણ 1 હજાર 59 કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ હોવા છતાંપણ લોકોએ પોતાની મજા માટે આ ઘાતક દોરીનો ઉપયોગ કર્યો હતો અને તેનાથી અનેક પક્ષીઓને જીવલેણ ઈજાઓ થઈ હતી.

Back to top button