પતંગની મજા વચ્ચે ઈમરજન્સી સેવા 108 ને સૌથી વધુ કોલ બપોર સુધીમાં જ મળ્યા
રાજ્યમાં જે રીતે ઉત્તરાયણની ઉજવણી ચાલી રહી છે તે દરમિયાન મોટી સંખ્યામાં ઈમરજન્સી કોલની પણ સંખ્યામાં વધારો થયો છે. જે ગત્ત વર્ષની સરખામણીમાં સૌથી વધુ આ વર્ષે મળ્યા છે. આ વર્ષે બપોર 12 સુધીમાં જ 900 થી વધુ કોલ મળ્યા છે. વર્ષ 2022માં 108 ઇમરજન્સી કોલને 698 કોલ મળ્યા હતા. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં વધુ અને સમગ્ર ગુજરાતમાં પણ કેસમાં વધારો થાય છે.
એક અંદાજ પ્રમાણે આ દિવસોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી 108 ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણ માં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ પણ 108 ઇમરજન્સી દવારા કરાયું છે. દોરી વાગવાની ઘટનાઓ જોઈએ તો રાજ્યમાં 2019માં 202 કેસ, 2020માં 117 કેસ, 2021માં 100 કેસ જ્યારે 2022માં 155 કેસ નોંધાયા હતા. તો 2023 માં 8 જાન્યુઆરી સુધી 19 કેસ નોંધાયા હતા. જ્યારે આજે ,સવારે પણ 807 કોલ મળ્યા હતા.
આ પણ વાંચો : મંત્રીને એવું તો શું થયું કેમ જાતે જ ટોઈલેટ સાફ કરવા લાગ્યા ?
55 એમ્બ્યુલન્સનો વધારાનો કાફલો
ગુજરાતમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ સાથે પ્રશિક્ષિત ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને પાઇલોટ્સ સાથે મજબૂત હાજરી ધરાવે છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ ગુજરાતમાં 37 એમ્બ્યુલન્સ ધરાવે છે. જે મોટાભાગે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના શહેર વિસ્તારમાં રખડતા પ્રાણીઓની સારવાર કરે છે. કટોકટીના વધારાને પહોંચી વળવા માટે અમે કરૂણા અભિયાન દરમિયાન 55 એમ્બ્યુલન્સનો વધારાનો કાફલો ઉમેરી દેવામાં આવી હતી.