રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે પોળ વિસ્તારમાં તહેવારની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો સાથે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીએ પતંગ ઉડાવીને અને તલ સાંકળી, સિંગ ચીકી વગેરેનો પણ સ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા.
આ પણ વાંચો : આજે મકરસંક્રાંતિ : ધાબાઓ ઉપર જામશે પતંગરસિયાઓની અનોખી રેસ, CM એ ગુજરાતવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
આજે મોટી સંખ્યામાં લોકો ગુજરાતમાં પોતાના ધાબે પતંગ ચગાવાની મજા માણી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી.
મુખ્યમંત્રીની સાથે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીએ અગાસી પરથી જ લોકોનું અભિવાદન કર્યુ હતું. ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ આ પહેલો તહેવાર હોવાથી સીએમ અને કાર્યકરોમાં પણ ઉમંગ દેખાય રહ્યો હતો.
રાજ્યના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પાવન પર્વની શુભેચ્છા.
નવી ઉર્જાનો સંચાર કરતો આ તહેવાર સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે સાથોસાથ સમગ્ર રાજ્યમાં વિકાસનો ઉજાસ વધુ તેજસ્વી બને તેવી શુભકામનાઓ..! pic.twitter.com/zhLrLScTE2
— CMO Gujarat (@CMOGuj) January 14, 2023
કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ તેમ કહ્યુ હતું. આ તકે કેટલાક લોકોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી અને તેની સાથે તસ્વીર પણ ખેંચાવી હતી.