ટ્રેન્ડિંગનેશનલ

કલાકારની કલાત્મકતાઃ PM મોદીની ગોલ્ડની મુર્તિ વાયરલ

Text To Speech

દુનિયામાં તમામ દેશના નેતાઓની લોકપ્રિયતાની વચ્ચે ભારતના વડાપ્રધાન મોદીની વાત કંઇક અલગ જ છે. દુનિયામાં સમયાંતરે થયેલા અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે દુનિયામાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીને શ્રેષ્ઠ અને લોકપ્રિય નેતા માને છે. તેમની લોકપ્રિયતાની સાબિતી આપતી અનેક ઘટનાઓ ભારતમાં પણ બની છે. થોડા સમય પહેલા તેમની મૂર્તિ સાથેનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. હાલમાં વડાપ્રધાન મોદીની સોનાની એક મૂર્તિ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કલાકારની કલાત્મકતાઃ PM મોદીની ગોલ્ડની મુર્તિ વાયરલ hum dekhenge news

તાજેતરમાં બોમ્બે ગોલ્ડ પ્રદર્શનમાં એક કલાકારે 156 ગ્રામ સોનાથી વડાપ્રધાન મોદીની મૂર્તિ બનાવી હતી. આ સોનાની મૂર્તિને બે દિવસ પહેલા બોમ્બે ગોલ્ડ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ વીડિયોમાં વડાપ્રધાન મોદીની મૂર્તિ ગોળ ગોળ ફરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પહેલા દિવાળી સમયે વડાપ્રધાન મોદીની ચાંદીની મૂર્તિઓ પણ બની હતી. આ મૂર્તિઓ 11 હજાર રુપિયામાં વેચાઈ હતી. ભૂતકાળમાં અમિતાભ બચ્ચન, રંજનીકાંત સહિત અનેક સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર્સ માટે આવી દીવાનગી તેમના ફેન્સમાં જોવા મળી છે.

શું કહે છે સોશિયલ મીડિયા યુઝર્સ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મોદી મોદી છે બીજા બધા ઢોંગી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ. આ મૂર્તિ બનાવનાર કલાકારને સલામ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત વડાપ્રધાનની , અવિશ્વસનીય લોકપ્રિયતા. એક યુઝર્સે લખ્યુ છે કે અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા વિશ્વભરના લોકપ્રિય લોકોની મીણની પ્રતિમા બનાવવામાં આવી છે. મોદીએ તેમને પણ પાછળ છોડી દીધા છે. તેમની સોનાની મુર્તિ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઈલોન મસ્ક સામે છેતરપિંડીના કેસની સંભવતઃ મંગળવારે સુનાવણી, જાણો આખો મામલો

Back to top button