ટ્રેન્ડિંગનેશનલ

સુસ્મિતા સેનના ભાઇ રાજીવે બહેનના Ex-BF લલિત મોદીને કોરોનામાંથી સાજા થવાની શુભેચ્છા આપી!

Text To Speech

ઇન્ડિયન પ્રીમિયર લીગના સંસ્થાપક લલિત મોદીએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. તેઓ કોવિડ-19 અને ડીપ ન્યુમોનિયા બંનેથી પીડિત થયા બાદ 24/7 ઓક્સિજન સપોર્ટ પર હતા. તેમણે પોસ્ટમાં અનેક ફોટો શેર કરીને હેલ્થ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે તેઓ જ્યારે મેક્સિકોમાં હતા, ત્યારે સંક્રમણનો શિકાર થયા હતા અને એર એમ્યુલન્સથી લંડન પહોંચ્યા હતા. લલિતે કહ્યુ કે તેમને ઠીક થવા માટે સમય જોઇશે. તેમણે વિચાર્યુ હતુ કે તેમની સ્થિતિ જલ્દી સુધરી જશે,પરંતુ તેવું ન થયુ.

 

View this post on Instagram

 

A post shared by Lalit Modi (@lalitkmodi)

લલિતની પોસ્ટ પર કથિત ગર્લફ્રેન્ડ સુસ્મિતા સેનના ભાઇ અભિનેતા રાજીવ સેન સહિત કેટલીયે હસ્તીઓએ કોમેન્ટ કરી છે. લલિતે હોસ્પિટલથી ખુદનો ફોટો અને વીડિયો શેર કરતા લખ્યુ છે કે તેઓ ડબલ કોવિડ-19, ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોનિયાથી પીડિત હતા. ક્રિકેટર હરભજનસિંહે તેમની પોસ્ટ પર કોમેન્ટ કરતા જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપી છે.

સુસ્મિતા સેનના ભાઇ રાજીવે બહેનના Ex-BF લલિત મોદીને કોરોનામાંથી સાજા થવાની શુભેચ્છા આપી! hum dekhenge news

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઇ મહિનામાં સુષ્મિતા સેન સાથે લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યો હતો. તેમણે સુસ્મિતાને પોતાની બેટર હાફ ગણાવી હતી. થોડા મહિનાઓ બાદ લલિતે સુષ્મિતા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી હટાવી દીધો હતો અને બાયો પણ બદલી દીધો હતો. ત્યારબાદ બંનેના બ્રેકઅપની અફવાઓ ઉડી હતી. સુસ્મિતાએ બ્રેકઅપના સમાચારને ન તો સમર્થન આપ્યુ હતુ. ન તો ઇનકાર કર્યો હતો.

Back to top button