ઠંડીમાં એનર્જી જોઇએ છે? તો ડાયેટમાં લો આ વિન્ટર મેજીક ફુડ
ઠંડીની સીઝનમાં આપણે ઘણીવાર થાક અને આળસ અનુભવીએ છીએ. શિયાળામાં ઠંડી વધતા જ લોકો પોતાના રોજિંદા કામ ફટાફટ પતાવીને રજાઇ કે બ્લેનકેટમાં ઘુસી જવાનું પસંદ કરે છે. કેટલાક કામ એવા છે જેને તમારે ઠંડી હોય કે ગરમી કરવા જ પડે છે. ગરમીની સરખામણીમાં ઠંડીની સીઝનમાં આપણે વધુ એનર્જીની જરૂર પડે છે. આવા સંજોગોમાં એવી કેટલીક વસ્તુઓ ખાવાથી તમને ઠંડીની સીઝનમાં બિલકુલ આળસ નહીં અનુભવાય અને તમે હેલ્ધી રહેશો, તમને થાકનો અનુભવ પણ નહીં થાય. આવો જાણીએ આ વિન્ટર મેજીક ફુડ વિશે
ઠંડીમાં આ વસ્તુઓમાંથી મળશે ઇન્સ્ટન્ટ એનર્જી
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હશે જે આપણા આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થશે, પરંતુ કેટલીક એવી પણ વસ્તુઓ છે જે તમને ઠંડીની સીઝનમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. આ બધુ વસ્તુઓ ઠંડીની સીઝનમાં એનર્જી બુસ્ટ કરવાનું કામ કરે છે.
નટ્સ
શિયામાં નટ્સ ખાવા તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. જો તમને ભુખ લાગી હોય અને એનર્જી પણ જોઇતી હોય તો તમે નટ્સ ખાઇ શકો છો. ખાસ કરીને બદામ, અખરોટ અને પિસ્તા સામાન્ય રીતે દરેકના ઘરમાં મળી જાય છે. આ ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીનથી ભરપુર ફુડ છે.
ખજુર મિલ્કશેક
ખજુરમાં વિટામીન, નેચરલ શુગર જેમકે ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુકટોઝ હોય છે, જે તમને એનર્જી આપે છે. ખજુર મિલ્કશેક પીને તમે ઘણા કલાકો સુધી એનર્જીથી ભરપુર અનુભવ કરશો.
સીઝનલ ફળો
ઠંડીમાં લીલા શાકભાજી સાથે ઘણા એવાં ફ્રુટ્સ પણ મળી જાય છે જે તમારે ડાયેટમાં સામેલ કરવા જોઇએ. તે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપી શકે છે. જેમકે જામફળ, સંતરા, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, કીવી, ડ્રેગન ફ્રુટ
મેથી પાક
ઠંડીની સીઝનમાં મેથીપાક ખાવો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ એક સ્વીટ ડિશ હોય છે. જેમાં મેથી, લોટ, ડ્રાયફ્રુટ્સ, ઘી અને ગરમ મસાલા સાથે બનાવવામાં આવે છે. તેનાથી શરીરમાં ગરમી આવવાની સાથે ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.
ઇંડા
ઠંડીની સીઝનમાં રોજ એક ઇંડુ ખાવુ શરીર માટે ફઆયદાકારક છે. ઇંડામાં પ્રોટીનની સાથે વિટામીન ડી 3 હોય છે. તે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તમે વીકમાં બે-ત્રણ વાર બ્રેકફાસ્ટમાં આમલેટ ખાઇ શકો છો.
આ પણ વાંચોઃ મોડી રાત સુધી પતંગ બજારમાં જોવા મળી ધમધમાટ, રસ્તા પર જાણે આખું અમદાવાદ ઉમટી પડ્યું !