મોડી રાત સુધી પતંગ બજારમાં જોવા મળી ધમધમાટ, રસ્તા પર જાણે આખું અમદાવાદ ઉમટી પડ્યું !
અમદવાદમાં ઉત્તરાયણનનો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. જેમાં લોકો મોડી રાત સુધી બજારમાં ખરીદી કરતાં જોવા મળ્યા છે. જેમાં શનિ-રવિની રજા મળી જતાં લોકોએ શુક્રવારે મોડી સાંજે ખરીદી કરવા માટે નીકળ્યા હતા. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં ખરીદી બજારમાં સ્થિતિ
જેમાં રાયપુર ખાતેના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. તેમજ ભુલાભાઈ પાર્ક, અરવિંદ મીલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોની એટલી ભીડ જામી કે પગ મૂકવાની પણ જગ્યા ન મળે એવા દ્રશ્યો સર્જાયા હતા. પતંગરસીકોના ધરાસાના કારણે ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો.
ઉત્તરાયણના કારણે ગઈકાલે અમદાવાદ મોડી રાત સુધી ધમધમતું રહ્યું હતું. પતંગ અને દોરીની છેલ્લી ઘડીની ખરીદી માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જામી હતી. જેના સામે આજે પવનની પણ સારી મજા વહેલી સવારથી જોવા મળી રહી છે. શનિવારે ઉત્તરાયણના દિવસે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી પવનની ગતિ 5થી માંડી પ્રતિ કલાક 12 કિલોમીટર સુધીની રહી શકે છે.
તેમજ આજે સાંજ પછી પવનની ગતિ વધી શકે છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 13.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. શનિવારે તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાઓએ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. હિમાલય તરફથી આવતા ઠંડા પવન સીધા ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા હોવાથી હવે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.