દિલ્હીનું રાજકારણ ગરમાયુ, મુલાકાત બાદ સીએમ કેજરીવાલે લગાવ્યો રાજ્યપાલ ઉપર આ આરોપ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરીને દિલ્હી સરકારના કામમાં દખલગીરીનો આરોપ લગાવ્યો હતો. એલજી ઓફિસમાં સાંજે 4 વાગ્યે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં એલજી પર આકરા પ્રહારો કર્યા હતા. મીટિંગ પછી, રાજ નિવાસના અધિકારીઓએ જણાવ્યું કે એલજી વીકે સક્સેનાએ સીએમ અરવિંદ કેજરીવાલને દરેક મુદ્દા પર રાજનીતિ ન કરવા અને દિલ્હીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.
દિલ્હીની ચૂંટાયેલી સરકારના કામોમાં રાજકીય હેતુઓથી ઉભો કરાઈ છે અવરોધ
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે દિલ્હી સરકારના મામલામાં LGની દખલગીરી ખૂબ વધી રહી છે. દિલ્હીની ચૂંટાયેલી સરકારના કામો રાજકીય હેતુઓથી અવરોધાઈ રહ્યા છે. જેના કારણે દિલ્હીના લોકોની જરૂરિયાતો અને સપનાઓ પૂરા નથી થઈ રહ્યા. તેમણે કહ્યું કે તેઓ આ બધા કારણોસર એલજીને મળ્યા છે, આશય એ હતો કે જો અમને કાયદા અને બંધારણને સમજવામાં ગેરસમજ હોય તો તેને દૂર કરી શકાય છે. તેમણે કહ્યું કે મેં બંધારણ, મોટર વ્હીકલ એક્ટ, કોર્ટમાંથી એલજી સુધીના આદેશો લીધા છે, જેથી તમામ મુદ્દાઓ ઉકેલી શકાય.
જનતાના કામ કરવા પગ પણ પકડશું
કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પોલીસ, જમીન અને જાહેર વ્યવસ્થાના ત્રણેય કેસ એલજી માટે આરક્ષિત છે. તેથી દિલ્હીની ચૂંટાયેલી સરકાર અન્ય તમામ બાબતો અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કેજરીવાલે અનામત બાબતો સિવાય એલજી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ગેરબંધારણીય ગણાવ્યા. આ સાથે MCD ચૂંટણી પહેલા મોહલ્લા ક્લિનિક પર જલ બોર્ડનું પેમેન્ટ રોકવાનો આરોપ છે. જનતાના કામ કરાવવા માટે પગ પકડવો પડશે તો પગ પણ પકડીશું અને કોર્ટનો માર્ગ પણ અપનાવશે તેમ જણાવ્યું હતું. જનતાના કામ ગમે તે ભોગે કરાવીશું.