લાઈફસ્ટાઈલહેલ્થ

વજન ઘટાડવા માટે ખાઓ આ સલાડ, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા

વધુ પડતુ વજનના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થતી હોય છે. જેથી વજન નિયંત્રિત કરવા માટે આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમારે પણ તમારા વજનને ઓછુ કરવું છે, તો તમારે આહારમાં હેલ્દી અને ઓછી કેલરીવાળી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને તમે જલ્દી વજન ઘટાડી શકો.

વજન ઘટાડવા માટે ફોલો કરો આ ટીપ્સ

બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ વધારે પડતુ વજન શરીરમાં અનેક રોગોનું કારણ બનતુ હોય છે. જેથી તમારે વજન ઘટાડવા માટે કસરતની સાથે વજન ઘટાડવાના આહારનું પાલન કરવુ પણ ખુબ જરુરી બને છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું પણ છોડી દે છે. પરંતુ આમ કરવાથી તમે ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો. વજન ઘટાડવા માટે તમારે તેલયુક્ત ખોરાક અને મીઠી વસ્તુઓથી દુર રહેવું જરૂરી છે. તમે તમારા આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરીને વજનને નિયંત્રિત કરી શકો છો. આજે અમે તમને હેલ્ધી સલાડ વિશે જણાવીશું, તે સ્વાદથી ભરપૂર હોય છે અને સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સલાડ- HUMDEKHENGENEWS

પનીર સલાડને તમારા આહારમાં ઉપયોગ કરો

પનીર સલાડ વજન ઘટાડવાની સાથે સાથે તમને અનેક રોગોથી બચવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. તો પરંતુ તમારે તેને પ્રોપર રીતથી બનાવવું ખુબ જરુરી છે. તો જાણો તમને તેને ઘરે કેવી રીતે બનાવી શકો છો. આ સલાડમા તમે ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લીંબુનો ઉપયોગ કરીને શકો છો. તેને બનાવવા માટે સૌપ્રથમ પનીરને હૂંફાળા પાણીમાં થોડીવાર ઉકાળો, પછી ડુંગળી-ટામેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો. એક વાસણમાં બધી સામગ્રી મૂકો. તેમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરો.

સલાડ- HUMDEKHENGENEWS

બીટ સલાડને ડાયટમાં કરો સામેલ

વજન ઘટાડવા માટે બીટરૂટનું સેવન કરી શકાય છે. તમે તેને સલાડમાં સામેલ કરીને ખાઈ શકો છો. તે આયર્ન, સોડિયમ, પોટેશિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. બીટનું સલાડ બનાવવા માટે તમે કાળા મરી, ચાટ મસાલા અને કોથમીરનો ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો, હવે તેમાં જીરું નાખો. તેમાં છીણેલું બીટરૂટ ઉમેરો, પછી કાળા મરી, ચાટ મસાલો ઉમેરો અને તેને કોથમીરથી ગાર્નિશ કરો.

સલાડ- HUMDEKHENGENEWS

ચણા સલાડનું કરો સેવન

ચણાનું સેવન કરીને તમે વજનને નિયંત્રિત કરી શકો છો. ચણામાં ફાઈબર અને પ્રોટીન પૂરતી માત્રામાં જોવા મળે છે. જેથી તેનું સેવન કરવાથી જલ્દી ભૂખ લાગતી નથી. સલાડ બનાવવા માટે તમારે બાફેલા ચણા, ઝીણી સમારેલી ડુંગળી-ટામેટાં, લીંબુનો રસ અને જરૂર મુજબ ધાણાજીરું જોઈએ.બધી સામગ્રીને એક વાસણમાં મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું નાખો અને કોથમીર વડે ગાર્નિશ કરો.

આ પણ વાંચો : જો તમારા બાળકને પણ પરીક્ષામાં જવાબો યાદ નથી રહેતા તો અપનાવો આ ટીપ્સ

Back to top button