ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રાશિદ ખાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આપી દીધી ધમકી : કહ્યું-જો અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી નહીં રમો તો…

Text To Speech

તાજેતરમાં જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી ન રમવાનો નિર્ણય લીધો હતો, આ નિર્ણય બાદ હવે બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આ પ્રતિક્રિયામાં તેણે ટ્વિટ કરી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી, જેના પર ઘણા ક્રિકેટ ચાહકોએ પણ તેને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો : Hockey WC : વર્લ્ડ કપ જીતવાના મિશનની શરૂઆત, આજે ભારતીય ટીમ ટકરાશે સ્પેન સામે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેમ લીધો આ નિર્ણય ? 

હકીકતમાં, તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા પછી, તેણે દેશમાં તેની મહિલાઓ અને છોકરીઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. તાલિબાનના આ નિર્ણયના વિરોધમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે વનડે સીરીઝ નહીં રમવાનો નિર્ણય લીધો છે. જો કે, હવે અફઘાનિસ્તાનના વૈશ્વિક સ્તરે પ્રખ્યાત લેગ-સ્પિનર ​​રાશિદ ખાને CAને ચેતવણી આપતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા ચેતવણી આપી છે.

રાશિદ ખાને ટ્વિટ દ્વારા વ્યક્ત કરી નારાજગી  

રાશિદ ખાને ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે, “હું ખરેખર નિરાશ છું કે ઓસ્ટ્રેલિયાએ અમારી સામે સિરીઝ નહીં રમવાનો નિર્ણય લીધો છે. મારા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં મને ખૂબ જ ગર્વ છે અને અમે આ રમતે વૈશ્વિક સ્તરે ઘણી પ્રગતિ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય અમારી વિકાસની સફરમાં એક આંચકો છે. જો ઓસ્ટ્રેલિયા માટે અફઘાનિસ્તાન સામે રમવું એટલું અસ્વસ્થતાભર્યું હશે, તો હું BBLમાં મારી હાજરીમાં કોઈને મદદ કરી શકતો નથી. હું અસ્વસ્થ થવાનું પસંદ નહીં કરું. તેથી, હું આ સ્પર્ધામાં રમવા અંગે ગંભીરતાથી ખૂબ જ વિચારીશ.” આ સંદેશ દ્વારા એક રીતે, રાશિદે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે કે તેના નિર્ણય બાદ તેના માટે BBLમાં રમવું મુશ્કેલ બનશે. હવે રાશિદ આગળ શું નિર્ણય લે છે, તે જોવાનું રહેશે. જો કે, ભારતીયો સહિત એશિયાના ચાહકો રાશિદના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

Back to top button