ફોટો સ્ટોરીસ્પોર્ટસ

આ 5 ખેલાડીઓએ પણ IPLની અધવચ્ચે જ છોડી દીધી કેપ્ટન્સી, નામ જાણીને ચોંકી જશો

Text To Speech

IPL 2022 ની વચ્ચેથી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બદલાઈ ગયા હતા. રવિન્દ્ર જાડેજાને સિઝનની શરૂઆત પહેલા ચેન્નાઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ખાસ સફળતા નહિ મળતા સિઝનની અધવચ્ચેથી રવિન્દ્ર જાડેજાએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી. પછી ફરી મહેન્દ્ર સિંહ ધોનીને ટીમની કમાન સંભાળી હતી. IPLમાં આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ કેપ્ટને IPLની વચ્ચે કેપ્ટનસી છોડી હોય. આ પહેલા પણ ઘણા ખેલાડીઓ સીઝનની વચ્ચે જ કેપ્ટન્સી છોડી ચુક્યા છે.

ફાઈલ ફોટો

વર્ષ 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કમાન દિનેશ કાર્તિકના હાથમાં હતી.પરંતુ કાર્તિકની કેપ્ટનશીપમાં કોલકાતા ખાસ પ્રદર્શન કરી શક્યુ નહિં. તેથી તેને હટાવી ઈયોન મોર્ગનને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ફાઈલ ફોટો

ડેવિડ વોર્નરની કપ્તાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વર્ષ 2016માં ટાઈટલ જીત્યું હતું. પરંતુ વર્ષ 2021માં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેથી તેને સીઝનની મધ્યમાં સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ કેન વિલિયમસનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ફાઈલ ફોટો

ડેવિડ મિલરે પણ આઈપીએલમાં કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2016માં ડેવિડ મિલરને પંજાબની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશિપમાં ટીમની દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. તેમને પણ IPLની મધ્યમાં તેની જગ્યાએ મુરલી વિજયને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો હતો.

ફાઈલ ફોટો

આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંના એક ગૌતમ ગંભીર પણ આઈપીએલની વચ્ચે કેપ્ટનશીપ છોડનારા ખેલાડીઓમાંથી એક છે. વર્ષ 2018માં ગૌતમ ગંભીરે IPLની કેપ્ટન્સી અધવચ્ચે જ છોડી દીધી હતી. તેની જગ્યાએ ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં આપવામાં આવી હતી.

ફાઈલ ફોટો

અજિંક્ય રહાણે પણ IPLમાં કેપ્ટન તરીકે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. વર્ષ 2019 માં, અજિંક્ય રહાણેને રાજસ્થાન રોયલ્સ (RR) નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. તેથી તેમને પાસેથી આઈપીએલની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ અને સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Back to top button