નેશનલ

કોણ છે સુભાષિની યાદવ જે શરદ યાદવના રાજનીતિક વારસાને આગળ વધારી રહી છે?

જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ અંગેની સૌથી પહેલી ખબર પુત્રી સુભાષિની યાદવે કરેલ ટ્વિટના માધ્યમથી મળી. સુભાષિની યાદવે ટ્વિટ કરી લખ્યું કે પાપા નહીં રહે અને દુખી હોવાનું ઇમોજી મૂક્યું હતું. શરદ યાદવ દિલ્હી સ્થિત ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા. ગુરુવારે મોડી રાત્રે શરદ યાદવના પાર્થિવ શરીરને એમ્બ્યુલન્સથી દિલ્લીના છતરપુર સ્થિત નિવાસસ્થાન પર લાવવામાં આવ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાન તેઓના પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે 5 વેસ્ટર્ન ડીએલએફમાં રાખવામાં આવશે.

શરદ યાદવ 7 વાર લોકસભા સાંસદ રહ્યા છે અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સાથે જ જયપ્રકાશ નારાયણ થી લઈને ચૌધરી ચરણ સિંહ અને અટલ બિહારી બાજપાઇ સાથે પણ કામ કરવાનો લાંબો અનુભવ મેળવ્યો હતો. તે સમાજવાદી વિચારોના પ્રખર સમર્થક અને ડો. રામ મનોહર લોહીયાના આદર્શોથી ખૂબ જ પ્રભાવિત હતા. શરદ યાદવના અવશાન પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મોટા નેતાઓએ શોક વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ આપી છે.

રાજનીતિમાં સક્રિય છે સુભાષિની

શરદ યાદવને પુત્રી સુભાષિની અને પુત્ર શાંતનુ સહિત બે સંતાનો છે. સુભાષિની રાજનીતિમાં સક્રિય છે ને કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ખૂબ સક્રિય જોવા મળી હતી. સૌથી પહેલાં મધ્યપ્રદેશ, રાજસ્થાનથી યાત્રામાં જોડાઈ ત્યારબાદ હરિયાણા અને પંજાબમાં પણ યાત્રામાં જોડાઈ હતી. સુભાષિનીએ પિતા શરદ યાદવ પાસેથી રાજનીતિ શીખી છે અને તેમના વિચારો આગળ લઈ જવાની વાતો કરે છે.

સુભાષિની યાદવ - Humdekhengenews

શરદ યાદવે મે 2022માં સરકારી આવાસ ખાલી કર્યું હતું

ગતવર્ષ 31 મે 2022 માં જ્યારે શરદ યાદવને દિલ્લીમાં 7, તુગલક રોડવાળો સરકારી આવાસ ખાલી કર્યો ત્યારે સુભાષિનીએ જ ટ્વિટ કરી જાણકારી આપી હતી. શરદ યાદવ 22 વર્ષ આ બંગલોમાં રહ્યા. તેના પહેલા લૂટીયન્સ જોનમાં પણ તેઓએ ઘણો સમય પસાર કર્યો. શરદ યાદવે સરકારી આવાસ છોડતા સમયે કહ્યું હતું કે આ ઘરમાં ઘણીબધી લડાઇઓ લડી છે, અહી ઘણી યાદો જોડાયેલી છે.

શરદ યાદવની દીકરી સુભાષિની યાદવે ટ્વિટ કરી કહ્યું હતું કે તુગલક રોડ પર 23 વર્ષની સફળ યાત્રા પૂરી કરતાં 48 વર્ષના શુદ્ધ, સમર્પિત અને નિસ્વાર્થ યોગદાન સમાજના ઉત્થાન માટે રહ્યું અને હવે નવી શરૂઆતની પ્રતિક્ષામાં.

2020માં કોંગ્રેસમાં જોડાઈ સુભાષિની

સુભાષિની યાદવના લગ્ન હરિયાણા એક રાજનીતિક પરિવારમાં થયેલ છે. તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની બહુજ નજીક હોવાનું મનાય છે.

વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બિહારીગંજ બેઠક પરથી ચૂંટણી લડતાં સમયે સુભાષિની યાદવના માટે રાહુલ ગાંધી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. જેના અંગે સુભાષિનીએ એક પોસ્ટ લખી હતી જેમાં લખ્યું કે, મારા પિતા બિમાર હોવાથી નહીં આવ્યા પણ રાહુલ ગાંધી પહોંચ્યા અને તેમને મને બહેન માનીને હિંમત આપી મનોબળ વધાર્યું છે. સુભાષિની યાદવ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ખૂબ જ નજીક છે જેથી તેની સક્રિયતા પણ જોઇ શકાય છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, બરફની ચાદરથી ઢંકાયેલા અદ્ભુત દ્રશ્યો

દીકરી શાસન સંભાળવા આગળ આવી પણ હારી ગઈ

શરદ યાદવને બિહારની મધેપુરા લોકસભા સીટથી ખૂબ જ લગાવ હતો. ઓગષ્ટ 2017માં નીતિશ કુમાર સાથે અણબનાવ થયા પછી જેડીયુથી બહાર નીકળી શરદ યાદવે લોકતાંત્રિક જનતા દળની સ્થાપના કરી હતી. 2019 ની ચૂંટણીમાં મહાગઠબંધનનો હિસ્સો પણ રહ્યા અને મધેપુરાથી ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા. તમને જણાવી દઈએ કે મધેપુરાથી તેમના પરિવારના સભ્યમાંથી કોઈ ચૂંટણી લડે એવી ઈચ્છા વર્ષોથી તેઓની હતી . પરંતુ ત્યારે પરિવારનો કોઈ સભ્યની રાજનીતિમાં એન્ટ્રી થઈ નહોતી . એક વર્ષ પછી 2020માં દીકરી સુભાષિની કોંગ્રેસમાં જોડાઈ તો તેઓએ મધેપુરાની બિહારીગંજ વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી.

Back to top button