ગુજરાતટ્રેન્ડિંગ

સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ, ઉચ્ચ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને આપ્યો આ ઓર્ડર

Text To Speech

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમા સરકારી અનાજના ગોડાઉનમાં અનાજ ચોરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના પુરવઠા વિભાગ એક્શનમાં આવ્યું છે. અને સરકારી ગોડાઉનમાં થતી અનાજની ચોરીને અટકાવવા માટે રાજ્યના તમામ સરકારી અનાજના ગોડાઉનમાં CCTV કેમેરા લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારે ગઈ કાલે પોરબંદરના સરકારી અનાજના ગોડાઉનમાં મસમોટું કૌભાડ ઝડપાતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. અને રાજ્યના અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ તાકીદે બેઠક બોલાવી હતી.

કુંવરજી બાવળિયાએ યોજી બેઠક

રાજ્યમાં સરકારી અનાજના કૌભાંડ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા કૌભાંડકારીઓ ગરીબોને આપવામા આવતુ અનાજ સગેવગે કરી દેતા હોય છે. ત્યારે આવા કૌભાંડીઓને પકડવા અને સરકારી અનાજની થતી ચોરીને અટકાવવા માટે તંત્ર હવે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત રાજ્યના અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ સરકારી અનાજના ગોડાઉનમાં થતી ગેરરીતિને લઈને જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

કુવરજી બાવળીયા-humdekhengenews

જિલ્લા પુરવઠા અધિકારીઓને આપી સુચના

અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજીને સરકારી અનાજના ગોડાઉનમાં થતી ગેરરીતી અંગે ચર્ચા કરી હતી અને આ બાબતને ખુબ ગંભીર ગણાવી હતી. અને તમામ જીલ્લાના અધિકારીઓને આ બાબતે કડક સુચના આપવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીઓને જવાબદારો સામે પગલા લેવા પણ તાકીદ કરવામાં આવી હતી. તો વધુમાં કુવરજી બાવળિયાએ જણાવ્યું હતુ કે અનાજમાં થતી ગેરરીતિ રોકવા 100 કરોડના ખર્ચે તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જેનું સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ, તાપમના 3 થી 5 ડિગ્રી નીચે જશે

Back to top button