ટોપ ન્યૂઝનેશનલ

કોમન સિવિલ કોડને લઈને શું કહ્યું રાજનાથ સિંહે ? જાણો

Text To Speech

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનઉમાં મહારાજા હરિશ્ચંદ્ર જયંતિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત કરતા કોમન સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, “અમારી સરકારે કલમ 370 અંગે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે, નાગરિકતા કાયદાને પણ પૂરો કર્યો છે અને હવે કોમન સિવિલ કોડ પર કામ ચાલી રહ્યું છે.”

રાજનાથ સિંહે કહ્યું કે હું વચનો આપતો નથી કારણકે ભારતીય રાજકારણમાં નેતાઓએ ઘણા વચનો આપ્યા છે, પરંતુ જો તેમાંથી અડધા પૂરા થયા હોત તો દેશમાં વિશ્વસનીયતાની કટોકટી સર્જાઈ ન હોત. પીએમ મોદીએ મારી પાસે 2019માં મેનિફેસ્ટો માંગ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આપણે મેનિફેસ્ટોમાં જે કહીએ છીએ તેને ગમે તે થાય પણ પૂરા કરવાની સાવધાની રાખવી જોઈએ,

“તમારા સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરો”

રાજનાથ સિંહે કહ્યું કે સ્વામી વિવેકાનંદ ભારતના પ્રથમ વૈશ્વિક યુવા આઇકોન છે. કેટલીક શક્તિઓ લોકોમાં વિમુખતાની ભાવના પેદા કરી રહી છે. આપણે એ સંસ્કૃતિમાં માનનારા લોકો છીએ, જે કાળા સાપને પણ દૂધ પીવડાવીએ છીએ. આપણને આપણા સાંસ્કૃતિક વારસા પર ગર્વ હોવો જોઈએ, જેમ વૃક્ષ મૂળ વિના વિશાળ બની શકતું નથી, તેવી જ રીતે સંસ્કૃતિને સમજ્યા વિના કોઈ પણ સંસ્કૃતિ મહાન બની શકતી નથી.

રક્ષા મંત્રીએ બીજું શું કહ્યું?

રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે ભારતના વિકાસમાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી જરૂરી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત એક સ્વાભિમાની, સક્ષમ અને સમૃદ્ધ દેશ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આપણા બધા માટે આનંદની વાત છે કે હવે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. તે મંદિર માત્ર ભગવાન શ્રી રામનું મંદિર જ નહીં, પણ ‘રામ રાજ્ય’ના વિચારનું વૈશ્વિક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બનશે.

Back to top button