ગુજરાતટોપ ન્યૂઝ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કચ્છીઓની કમાલ, કોમલ ઠક્કરે રેડકાર્પેટ પર કામણ પાથર્યા, વિનોદ ભાનુશાલીએ પોતાની નવી ફિલ્મનું પોસ્ટર રજૂ કર્યું

Text To Speech

કાન્સના 75મા ફિલ્મ ફેસ્ટિવલનો સમાપન સમારોહ 28 મેના યોજાયો હતો. આ પ્રસંગે મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં તે સ્ટાઇલિશ રોયલ ગાલા લુક સાથે ઉપસ્થિત રહી હતી.

કાન્સના અમૃત વર્ષ ફેસ્ટિવલમાં હિન્દી, રાજસ્થાની, પંજાબી ફિલ્મો કરનાર અભિનેત્રી કોમલે પોતાના મૂળ પસંદ કર્યા અને તેણે ગુજરાતી અભિનેત્રી તરીકે વોક માટે એન્ટ્રી મંજૂર કરાવી. આ સાથે જ તેણે રાજ્યની પ્રથમ અભિનેત્રી તરીકેનો ઇતિહાસ રચ્યો છે. તેના વોક માટે તેના કોસ્ચ્યૂમ તૈયાર કરનાર બોલિવૂડ ફેશન-ડિઝાઇનર નિકેતા ઠક્કર પણ મૂળ કચ્છનાં છે.

વોક માટે તેના કોસ્ચ્યૂમ તૈયાર કરનાર બોલિવૂડ ફેશન-ડિઝાઇનર નિકેતા ઠક્કર પણ મૂળ કચ્છનાં છે

ગુલશન કુમાર સાથે ટી – સિરીઝ કંપનીમાં કારકિર્દીની શરૂઆ કરનાર કચ્છી પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલી પણ કાન્સમાં જોવા મળ્યા હતા. મુળ અબડાસાના ભવાનીપરના વિનોદભાઇએ વર્ષો સુધી ટી-સિરીઝમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવ્યા બાદ હવે પોતાની નવી કંપની બનાવી છે.

વિનોદ ભાનુશાલીએ પોતાની આગામી ફિલ્મ “સફેદ” નું પોસ્ટર લોન્ચિંગ ભારતીય મ્યુઝીક ડાયરેક્ટર એ.આર.રહેમાન સાથે કર્યું હતું

વિનોદ ભાનુશાલીએ પોતાની આગામી ફિલ્મ “સફેદ” નું પોસ્ટર લોન્ચિંગ ભારતીય મ્યુઝીક ડાયરેક્ટર એ.આર.રહેમાન સાથે કર્યું હતું. વિનોદ પ્રધાનભાઈ ભાનુશાલીનેએ ટી – સિરીઝના ગુલશનકુમાર સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગુલશનકુમારના પુત્ર ભૂષણકુમાર સાથે કંપનીના મહત્વના હોદ્દા પર રહીને મોટા અભિનેતાઅ અને બેનરોની ફિલ્મો રિલીઝથી માંડી માર્કેટીંગ સુધીનું કામ સંભાળતા હતા. તેમના હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન, સલમાન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, રણવીરસિંહ, બાહુબલી ફેમ પ્રભાસ વગેરેથી નજીકના સબંધો છે.

Back to top button