દિલ્હી-પુણે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના, એરપોર્ટ પર સર્ચ
દિલ્હી-પુણે સ્પાઈસજેટ ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ફોન કોલ બાદ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ વિમાન સાંજે 6.30 કલાકે દિલ્હીના IGI એરપોર્ટ પરથી ટેકઓફ કરવાનું હતું. બોમ્બની ધમકી અંગેનો કોલ મળતાં, એરલાઇન અધિકારીઓએ બોર્ડિંગ બંધ કરી દીધું અને બોમ્બ સ્ક્વોડને બોલાવી હતી.
#UPDATE | Bomb call on Delhi-Pune Spicejet flight at IGI Airport | Delhi Police say, "So far nothing suspicious has been found but security drill will be followed as per SOP."
— ANI (@ANI) January 12, 2023
દિલ્હી પોલીસે જણાવ્યું કે ટેકઓફ પહેલા દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ સુરક્ષા કવાયત કરવામાં આવશે. અર્ધલશ્કરી દળ CISF અને દિલ્હી પોલીસ પણ સ્ટેન્ડબાય પર છે.
આ પહેલા સોમવારે 9 જાન્યુઆરીએ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી ‘અઝુર એર’ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જો કે સર્ચ બાદ પ્લેનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, ત્યારબાદ પ્લેન મંગળવારે બપોરે ગુજરાતથી નીકળીને ગોવા પહોંચ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ એનએસજી અને સ્થાનિક પોલીસની ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.