જો ઉત્તરાયણ પર પવન વધુ કે ઓછો હોય તો કરો બસ આટલું
ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ તૈયારીઓ પુરજોશમાં કરી દીધી છે. પરંતુ જો પવનની હિસાબે પતંગની પસંદગી ન કરી હોય તો પતંગ બરાબર ચગી શકતી નથી જેથી તમારે પવનના હિસાબે પતંગ ચગાવવી જોઈએ. પરંતું જો તમને ખબર ન હોય કે પવનનના હિસાબે તમારે કેવા પતંગ ચગાવવા જોઈએ તો માહીતી તમને ખૂબ ઉપયોગી નિવડી શકે છે.
પવન વધુ હોય તો કેવી પતંગ ચગાવવી ?
ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિયાઓને સૌથી વધારે ચિંતા પવનની રહેતી હોય છે. કારણ કે પવન સરખો ન આવે તો પતંગ ચગાવવામા મજા આવી શકતી નથી. અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે ઉત્તરાયણમાં ભારે પવન રહેશે. જેથી જો પવન વધારે હોય તો પ્લાસ્ટિકના હલકા પતંગ એમાં સારા રહેશે. આવા પતંગ હવામાં ધકેલાય છે અને આંગળા પર ભાર આવવા નથી દેતા. આ સ્થિતિમાં ખૂબ પવન હોય તો પ્લાસ્ટિકના પતંગ સારી રીતે ઊડી શકે છે.
ઓછા પવનમાં કેવી પતંગ ચગાવી શકાય ?
ઉત્તરાયણ પર ક્યારેક ક્યારેક પવન ડાઉન થઈ જતો હોય છે. જેથી અમુક પ્રકારની પતંગ ઓછા પવનમાં ચગી શકતી નથી. જેથી જો ઉત્તરાયણના દિવસે પવન ડાઉન થઈ જાય તો તમને ત્રિવેણી કાગળના પતંગ પણ ખૂબ ઉપયોગી નીવડી શકે છે. કાગળના પતંગ ઓછા પવનમાં જલ્દી ચગી જતા હોય છે. અને ઓછા પવનમાં હવામાં સારી રીતે ચગતા હોય છે.
આ પણ વાંચો : ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર