ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના નવા ચૂંટાયેલા MLAની “ક્લાસ” લેવામાં આવશે

Text To Speech

ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તાલીમ અપાશે. જેમાં વિધાનસભાની કાર્ય પ્રણાલી અંગે તાલીમ અપાશે. તેમાં ગૃહની પરંપરાથી તમામ નવા સભ્યોને અવગત કરાશે. જેમાં ગૃહમાં કેવી રીતે બોલવું, પ્રશ્નો પૂછવા વગેરેની તાલીમ અપાશે. પોઈન્ટ ઓફ ઓર્ડર, ઝીરો અવર્સ વગેરેની સમજણ અપાશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, જગતના તાતને થશે લાભ

15મી જાન્યુઆરી બાદ વર્કશોપ યોજવા પ્રક્રિયા હાથ ધરાઈ

ઉલ્લેખનીય છે કે ભાજપ, કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો માર્ગદર્શન આપશે. તથા 15મી જાન્યુઆરી બાદ વર્કશોપ યોજવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં 15મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તાલીમ અપાશે. જેમાં વિધાનસભાની કાર્ય પ્રણાલી અંગે તાલીમ આપશે. તથા ગણેશ વાસુદેવ માવલંકર સંસદિય અભ્યાસ બ્યુરો નેજા હેઠળ આયોજન કરાશે. તેમાં ગૃહની પરંપરાથી તમામ નવા સભ્યોને અવગત કરાશે.

આ પણ વાંચો: ગુજરાતના નાના ઉદ્યોગકારોને મોટો ફાયદો, ઉદ્યોગ મંત્રીએ કરી મોટી જાહેરાત

વિધાનસભામાં 80 જેટલા સભ્યો પહેલી વાર ચૂંટાઈને આવ્યા

ગૃહમાં કેવી રીતે બોલવું, કેવી રીતે પ્રશ્નો પૂછવા વગેરે બાબતોની તાલીમ અપાશે. તેમજ પોઈન્ટ ઓફ ઓર્ડર શું છે તથા ઝીરો અવર્સ શું વગેરે બાબતોની સમજણ અપાશે. ભાજપ અને કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો દ્વારા માર્ગદર્શન અપાશે. જેમાં 15મી જાન્યુઆરી બાદ એક અથવા બે દિવસનો વર્કશોપ યોજવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં 15મી વિધાનસભામાં 80 જેટલા સભ્યો પહેલી વાર ચૂંટાઈને આવ્યા છે તેમને તાલીમ આપવામાં આવશે.

Back to top button