ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસાના લીલાશાહ નગર આગળ ખુલ્લામાં ઘાસ નખાતા રખડતા ઢોરોનો ત્રાસ

Text To Speech

પાલનપુર: ડીસાના લીલાશાહ નગર આગળ ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો લીલું ઘાસ નાખતા હોય આ સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, અને જેના કારણે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા આ વિસ્તારના રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઘાસ વેચનારાઓ અને નાખનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

રહીશોએ આવેદનપત્ર આપી ચીફ ઓફિસરને રજૂઆત કરી

રખડતા ઢોરો-humdekhengenews

ડીસાના લીલાશાહ નગર આગળ ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો લીલું ઘાસ વેચવા બેસે છે. જેમાં લોકો પણ દાન પુણ્ય કરવા આ લીલુ ઘાસ અહીં જ ખુલ્લામાં નાખતા હોવાથી રાત દિવસ રખડતા ઢોરોનો જમેંલો અહીં રહે છે. જેમાં ગાયો અને આખલા આખો દિવસ અહીં પડ્યા પાથર્યા રહેતા હોઇ તેમજ વારંવાર બાખડતા હોય લોકોના જીવ સામે જોખમી અને મુશ્કેલરૂપ બની રહ્યા છે.

રખડતા ઢોરો-humdekhengenews

અગાઉ પણ રખડતા આખલાઓ એ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. અહીં ઘાસ વેચવા ઊભા રહેતા લોકોને અગાઉ પણ તાકીદ કરી હતી પરંતુ તેઓ દાદાગીરી કરી ખુલ્લા પ્લોટ માં જ ઘાસ નાખતા હોવાથી સોસાયટીના રહીશો તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોસાયટીના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો એકત્ર થઈ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઘાસ વેચનારાઓ તેમજ નાખનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દાન પુણ્ય કરવા માટે ગૌશાળામાં ઘાસ નાખવા અપીલ

હિન્દુ ધર્મમાં અનેક લોકો સવારે ગાયોને ઘાસ નાખવાનો નિત્ય ક્રમ રાખે છે. પરંતુ તેઓ રોડ ઉપર ઘાસ વેચતા લોકો પાસેથી ઘાસ લઈ તે જ જગ્યા ઉપર નાખતા હોઇ રખડતા ઢોરો અને આખલાઓ લોકો માટે ત્રાસરૂપ સાબિત થાય છે. જેથી દાન પુણ્યનો મહિમા જાળવવા ઇચ્છતા લોકો ગૌશાળામાં જઈ ઘાસ નાખે અથવા ગૌશાળા ને દાન આપે તે હિતાવહ છે.

આ પણ વાંચો :ગુજરાતના નાના ઉદ્યોગકારોને મોટો ફાયદો, ઉદ્યોગ મંત્રીએ કરી મોટી જાહેરાત

Back to top button